ગુજરાત/ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ અવધ ઉતોપિયા ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
Untitled 104 4 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

@અમિત રૂપાપરા 

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. સુરત ખાતે 8 મહાનગરોના પદાધિકારી અને ધારાસભ્યોની બોલાવાઈ બેઠક. આઠ મહાનગરોમાં વિકાસના થઈ રહેલા કાર્યો બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો સુરત મહાનગરપાલિકાના વિકાસના કાર્યો તેમજ અગત્યના પ્રોજેક્ટને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ અવધ ઉતોપિયા ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આઠ મહાનગરોના મેયર સહિતના પદાધિકારીઓ ઉપરાંત આઠ મહાનગરોમાં આવતી વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 104 5 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

આ ઉપરાંત પ્રદેશ ભાજપના હોદ્દેદારો કેન્દ્રીય રાજ્ય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રભારી રત્નાકર, પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના આઠ મહાનગરોના મેયર ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં અલગ અલગ શહેરોમાં થનારા અને થયેલા વિકાસના કામો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા વતી સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ દ્વારા સુરત શહેરમાં થયેલા વિકાસના કાર્યો તેમજ આગામી દિવસોમાં થનારા લોક ઉપયોગી કાર્યો તેમજ મોટા પ્રોજેક્ટ બાબતે એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તો આ બેઠક બાદ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું.

Untitled 104 6 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

પ્રદીપસિંહ વાઘેલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતની આઠ મહાનગરોના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્યો અને ભાજપના પ્રમુખોની એક બેઠક સુરતમાં યોજાય હતી. સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. અલગ અલગ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોએ પોતાના શહેરોમાં થનારા વિકાસના કાર્યો અને વિશિષ્ટ પ્રોજેક્ટની માહિતી આપી હતી.

પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. દરેક સમસ્યાઓમાં સુરત મહાનગરપાલિકા લોકો સાથે ઉભી રહે છે. અલગ અલગ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પણ બેઠકમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Untitled 104 7 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

તેમને એવું પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગ્રાન્ટ દરેક શહેરને વધુમાં વધુ મળે તેવા પ્રયાસો થયા હતા અને આજે તેના પ્રયત્નો સફળ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરેક શહેર માટે જોયેલા સપના પૂરા કરવા ભાજપની ટિમ કટિબદ્ધ છે. આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કોઈપણ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ રહે છે.

આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શહેરોને જકાત મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જકાત મુક્ત થયેલા શહેરોને ગ્રાન્ટ પણ આપવામાં આવતી હતી. આ ગ્રાન્ટથી જે ફાયદા થયા છે તેની માહિતી આજે મળી છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે, સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટે ભાજપની ટીમ કટિબદ્ધ છે અને ભાજપ દ્વારા સુરત મહાનગરનો વિકાસ થયો છે. સુરત અને અન્ય મહાનગરોનું પણ વિકાસ થઈ રહ્યો છે. તો લોકોને આનાથી વધુ સારી સુવિધા મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાનો પણ આ પ્રકારે એક વર્કશોપ યોજવામાં આવશે.

Untitled 104 8 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં આઠ મહાનગરોના ધારાસભ્યો તેમ જ પદાધિકારીઓની બેઠક યોજાઈ. જાણો બેઠક બાદ શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ

તો પ્રદીપસિંહ વાઘેલા દ્વારા વિરોધ પક્ષનેતા અમિત ચાવડાના એક નિવેદનને લઈને વળતો જવાબ આપવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ હાસ્યમાં ધકેલાઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 156 સીટ સાથે પ્રચંડ બહુમત આપ્યો છે અને ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે અને અમિત ચાવડા કોંગ્રેસની સરકાર છે ત્યાં જઈને ગુજરાત સાથે તેનું કમ્પેરીઝન કરે અને કોઈ પણ વખતે હું અમે ચાવડા સાથે ડિબેટ કરવા તૈયાર છું.

આ ઉપરાંત સુરતમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ બાબતે પ્રદીપસિંહ વાઘેલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાત કરે છે અને ભારતમાં બધા ધર્મની વાત કરી શકાય છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાત કરે છે. એ સારી વાત છે અને હું પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરું છું.

આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ

આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી

આ પણ વાંચો:ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ