કેશોદ/ આ વિસ્તારની દુકાનોના વેરા વસૂલાતને લઇ તંત્ર પર લાગ્યા આરોપ, જાણો શું છે આ મામલો

પાલિકા પાસે જવાબ માંગવામાં આવતાં પાલિકાએ જણાવ્યું કે વેપારી ફરિયાદ કરશે તો તમામ દુકાનોની માપ સાઇઝ અંગે તપાસ હાથ ધરી ફરી આકારણી કરી વેરામાં ફેરફાર કરવા જેવી કાર્યવાહી કરવામાં આવશે તેમ જવાબ ભર્યો હતો.

Gujarat Others
Untitled 65 1 આ વિસ્તારની દુકાનોના વેરા વસૂલાતને લઇ તંત્ર પર લાગ્યા આરોપ, જાણો શું છે આ મામલો

કેશોદના માંગરોળ રોડ પર તાલુકા પંચાયત હસ્તક ગોદાવરીબાઈ કન્યાશાળા શોપિંગ સેન્ટર આવેલું છે. જેમાં 24 દુકાનો આવેલી છે. તે પૈકી 7 નંબરની ગોકુલ મોબાઈલ નામની દુકાન આવેલી છે. જેના માલિક કેતનભાઈ હડિયાએ પાલિકા વિરૂદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું કે એક જ સમયે નિર્માણ પામેલી, એક જ ક્ષેત્રફળ, ભાડું અને ટ્રાન્સફર ફી સરખી છતાં મારી પાસેથી 500 કરતાં વધુ રકમની વેરા વસુલાત કરવામાં આવે છે. જે વ્હાલાં દવલાની નિતિ રખાતી હોવાનું કહી શકાય તેમ જણાવી તેઓ પાલિકા વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરશે.

આ અંગે પાલિકા પાસે જવાબ માંગવામાં આવતાં પાલિકાએ જણાવ્યું કે વેપારી ફરિયાદ કરશે તો તમામ દુકાનોની માપ સાઇઝ અંગે તપાસ હાથ ધરી ફરી આકારણી કરી વેરામાં ફેરફાર કરવા જેવી કાર્યવાહી કરવામાં આવશે તેમ જવાબ ભર્યો હતો.

Untitled 65 આ વિસ્તારની દુકાનોના વેરા વસૂલાતને લઇ તંત્ર પર લાગ્યા આરોપ, જાણો શું છે આ મામલો

એક દુકાન માલિકે જણાવ્પાયું હતું કે, લિકા વિરૂદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એક જ સમયે નિર્માણ પામેલી, એક જ ક્ષેત્રફળ ધરાવતી, ભાડુ અને ટ્રાન્સફર ફી સરખી હોવા છતા પાલિકા મારી પાસેથી રૂપિયા 2732 એટલે કે 558 રૂપિયા જેટલા વધુ વેરાની વસુલાત કરી રહી છે. જ્યારે અન્ય પાસેથી 2174 રૂપિયાની વસુલાત કરી રહી છે. ત્યારે પાલિકા વ્હાલા દવલાની નિતી રાખી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

જેને લઈ પાલિકા વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે એવુ પણ વધુમાં જણાવ્યું હતું. તેમજ પાલિકા પાસે આ અંગે જવાબ માંગતા પાલિકાએ જણાવ્યું હતું કે વેપારી ફરિયાદ કરશે તો તમામ દુકાનોની માપ સાઈઝ અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને આકારણી કરી વેરામાં ફેરફાર કરવા જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પાલિકાએ જવાબ ભર્યો હતો.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ