ભરૂચ,
ભરૂચનાં અસુરીયા નજીક હાઇવે પર બે જૈન સાધ્વીઓને ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેમના મોત નીપજ્યાં છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અસુરીયા નજીક હાઇવે પરથી આજે સવારે 6 વાગ્યાની આસપાસ બે જૈન સાધ્વી ચાલતા જતાં હતાં, ત્યારે જ પાછળથી એક ટ્રકે ટક્કર મારતા બંન્ને સાધ્વીઓ હવામાં ફંગોળાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી, અને તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.
આવી ઘટનાને કારણે જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. આસપાસનાં સ્થાનિકો પણ અકસ્માતની જાણ થતાં ત્યાં આવી પહોંચ્યાં હતાં. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. અગાઉ પણ રસ્તા પર ચાલીને જઇ રહેલા જૈન સાધુ-સાધ્વીઓના મોત થયાની અનેક ઘટનાઓ બની છે અને હવે વધુ એક ઘટના થતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.
હાંસોટ તાલુકાના શહેરા ગામમાં રહેતાં 65 વર્ષીય સામીબેન મોહન રાઠોડ સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં ઉતરાજ ગામના પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહયાં હતાં. તે વેળા અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી વૃધ્ધાને સારવાર માટે ભરૂચ ખસેડતી વેળા માર્ગમાં દમ તોડી દીધો હતો.