Not Set/ તો કારણે દિલ્લીની હવાઈ સફરની ટિકિટ વેંચાઈ રહી છે ૨૫ હજાર રૂપિયામાં..

નવી દિલ્લી દિવાળીની રજાઓ હવે પૂરી થઇ ગઈ છે તેવામાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને મોંઘી ટીકીટ લેવાની ફરજ પડી છે. દિવાળીની રજા માણ્યા પછી દિલ્લી, બોમ્બે, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને કોલકત્તાથી પાછા ફરનારા યાત્રિકોને  ટીકીટના વધારે રૂપિયા આપવાની ફરજ પડી છે. રવિવારે લખનૌથી દિલ્લી આવનારા મુસાફરોને એર ઇન્ડિયાની રાતની ફ્લાઈટની ટીકીટ ૨૫ હજાર રૂપિયામાં ખરીદવી […]

Top Stories India Trending
airindiasale k7wC તો કારણે દિલ્લીની હવાઈ સફરની ટિકિટ વેંચાઈ રહી છે ૨૫ હજાર રૂપિયામાં..

નવી દિલ્લી

દિવાળીની રજાઓ હવે પૂરી થઇ ગઈ છે તેવામાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને મોંઘી ટીકીટ લેવાની ફરજ પડી છે.

દિવાળીની રજા માણ્યા પછી દિલ્લી, બોમ્બે, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને કોલકત્તાથી પાછા ફરનારા યાત્રિકોને  ટીકીટના વધારે રૂપિયા આપવાની ફરજ પડી છે.

રવિવારે લખનૌથી દિલ્લી આવનારા મુસાફરોને એર ઇન્ડિયાની રાતની ફ્લાઈટની ટીકીટ ૨૫ હજાર રૂપિયામાં ખરીદવી પડી હતી.

રવિવારે હવાઈ મુસાફરોનો દબદબો વધારે રહ્યો હતો જેને લઈને રવિવારે મુંબઈ અને પુણે જેવી જગ્યાની ટીકીટ ૩૦ હજાર સુધી પહોચી ગઈ હતી.

લખનૌથી મુંબઈ જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની ટીકીટ પર ૨૧,૮૨૭ રૂપિયા સુધી પહોચી ગઈ હતી.

તો બીજી બાજુ મુંબઈ માટે ગો એર ફ્લાઈટની ટીકીટ ૧૫,૭૫૦ રૂપિયા, લખનૌથી બેંગ્લોરની ગો એરનું ભાડું ૧૬,૧૦૧ અને બેંગ્લોર માટે ૧૬,૧૦૧ રૂપિયા જેટલું ભાડું વસુલવામાં આવ્યું હતું.

વિસ્તારા ફ્લાઈટમાં પુણે ,માટે ૨૮,૪૦૯ રૂપિયા ભાડું અને પુણે માટે જેટએરવેઝની ફ્લાઈટનું ભાડું ૨૬,૧૧૧ રૂપિયા  સુધી પહોચી ગયું હતું.