Ahmedabad News: અમદાવાદ શહેરના આશ્રમરોડ પર આવેલી ફેડરલ બેંકમાં ખોટા દસ્તાવેજોના આધારે 25 વર્ષ પહેલા ધિરાણ મેળવીને રૂ. 89 લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટમાં સિનિર સિઝિઝન દંપતીને 7 વર્ષની સજા અને રૂપિય 50-50 હજાર દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે.
કોર્ટે સજા ફટકારતા કહ્યું કે, આરોપીઓએ ફેડરલ બેંકમાંથી ખોટા દસ્તાવેજોના આધારે કેશ ક્રેડિટ –ધિરાણ મેળવીને ગુનો આચર્યો હોવાનું પુરવાર થાય છે. જો તેમની સજા ઓછી કરવામાં આવે તો છેતરપિંડી કરનારાઓને પ્રોત્સાહન મળશે. કડ઼ક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે.
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા આરોપી દીપક પંડ્યા અને છાયાબેન પંડ્યાએ આશ્રમરોડ પર આવેલી બેંકમાં વર્ષ 1999માં બોગસ દસ્તાવેજોના આધારે 89 લાખની લોન લીધી હતી. જોકે, લોન ન ભરતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. દંપતી વિરૂદ્ધ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરી અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી. 15 સાક્ષીઓ અને 94 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…
આ પણ વાંચો:અમદાવાદમાં રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે
આ પણ વાંચો:ધો. 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર