રાજસ્થાનના સવાઈ માધોપુર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ટ્રક ચાલકની બેદરકારીએ કેવી રીતે 6 લોકોના જીવ છીનવી લીધા તે જોઈ શકાય છે. દેશમાં માર્ગ સુવિધામાં વધારો થયો છે તેની સામે અકસ્માતો વધ્યા છે. વાહન ચલાવવાની બેદરકારી તેમજ વધુ પડતી સ્પીડના ક્રેઝના કારણે નેશનલ હાઈવે પર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઘટનાસ્થળ પર જ 6 લોકો મૃત્યુ પામ્યા
માધોપુર હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં એક પરિવાર મંદિર દર્શન કરવા ગયો હતો. અને ત્યાંથી પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા. 5 મેના રોજ મુકંદગઢનો એક પરિવાર મારુતિ ઓમ્ની કારમાં મુસાફરી કરી રહ્યો હતો. 25 એપ્રિલના રોજ પરિવારમાં નવી કાર આવી હતી અને આ કારમાં લોકો ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા રણથંભોર ગયા હતા. આ દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બૌનલી (સવાઈ માધોપુર) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસ પુલિયા નજીક તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કાર પોતાની લેનમાં આગળ વધી રહી છે. કારની આગળ એક ટ્રક પણ આવી રહી છે. હાઈવે પર થોડે દૂર ગયા પછી, ટ્રક ડ્રાઈવર પહેલા તેની લેનની જમણી તરફ થોડો ખસે છે અને અચાનક ટ્રકને ડાબી બાજુ ફેરવે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે કાર ચાલક કશું જ સમજી શકતો નથી. તે કંઈ કરે તે પહેલા જ કાર સીધી ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ કારનો લગભગ અડધો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
मुंबई दिल्ली एक्सप्रेसवे हाईवे पर 2 दिन पहले हुई घटना का #वीडियो आ गया
जिसमें #सीकर के यात्री ते जो रणथंभौर अभयारण्य घुम्ने आऐ थेजिसमें 5 यात्री खत्म हो गए थे #SawaiMadhopur #Mumbai #Delhi #Expressway #LokSabhaElections2024 #LokasabhaElection2024 pic.twitter.com/NFXUXxwUCN
— Monu Singh (bana) (@R11506Monu) May 7, 2024
જમણી લેનમાં દોડી રહેલી ટ્રક અચાનક ડાબી તરફ વળે છે અને પાછળથી આવતી કાર તેની સાથે અથડાય છે. આ વીડિયમાં દેખાય છે કે ટ્રક ચાલકની બેદરકારીએ કારમાં બેઠેલા પરિવારના લોકોનો ભોગ લીધો. આ અકસ્માત હાઇવે પર વાહન ચલાવનારા તમામ લોકો માટે એક પાઠ અને ચેતવણી પણ છે. હાઈવે પર વાહન ચલાવનારે હંમેશા એલર્ટ રહેવું જોઈએ. ડ્રાઈવિંગ કરતી વખતે સ્પીડ લિમિટમાં રાખવી તેમજ એક જ લેનમાં રહેવું જેવી અનેક બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….
