Surat News: સુરતના વેસુ વિસ્તારમાં રેસ દરમિયાન રફતારના રાક્ષસોએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. વેસુ પોલીસે મંથન પટેલ નામના ડ્રાઇવરની ધરપકડ કરી છે.અને નબીરા મંથન પટેલ વિરુદ્ધ દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો નોંધ્યો છે. એવો આરોપ છે કે આ અકસ્માત (Accident) માં ત્રણ કાર વચ્ચે રેસ હતી અને કાર 150થી વધુની સ્પીડે ચાલી રહી હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
અકસ્માત (Accident) પછી બોટલ ગાયબ
એવું બહાર આવ્યું છે કે નબીરો મંથન પટેલ કાર ચલાવી રહ્યો હતો,આ અકસ્માત (Accident) માં સર્જાતા સ્ટ્રીટ લાઇટના થાંભલાને પણ નુકસાન થયું હતું. મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં હતો તેઓ YPD મેરેજ હોલમાં દારૂ પાર્ટીમાં ગયા હતા. એવો પણ આરોપ છે કે અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો,આ બોટલ અકસ્માત પછી કારમાંથી ગાયબ થઈ ગઈ હતી. અકસ્માત સ્થળે માત્ર એક જ ગ્લાસ મળી આવતા પોલીસ પર પણ પ્રશ્નોનો ઊભા થયા છે.

સુરત શહેરમાં, નબીરાઓએ અકસ્માત (Accident) માં સર્જ્યો છે. વેસુ VIP રોડ પર મહિન્દ્રા BE-6 અને BMW બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત થતા જ બંનેના એરબેગ્સ ખૂલી ગયા હતા .આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અથડાતાં જ સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ તૂટી પડ્યા હતા. પોલીસે એમ પણ જણાવ્યું છે કે સ્વિફ્ટ કારમાં બેઠેલી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મંથન પટેલ કાર ચલાવી રહ્યો હતો અને ઋષિ પટેલ તેની સાથે હતો. અકસ્માત (Accident) થયો ત્યારે તેઓ દારૂ પીને પરત ફરી રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ઘટનાસ્થળે દારૂના ગ્લાસ મળી આવ્યા હોવા છતાં, બોટલ ગાયબ છે. પોલીસ હજુ પણ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે બોટલ છુપાવવામાં આવી હતી કે કોઈ બીજાએ તે બોટલ છુપાવી છે .
આ પણ વાંચો:શિરડી દર્શન કરવા ગયેલા સુરતના યુવાનોને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:સુરતના સચિન ફોજીવાલા રોડ પર અકસ્માત, BRTS બસ ચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું મોત
