Rajkot News: રાજકોટ(Rajkot)માં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. ધોરણ 10નો વિદ્યાર્થી શાળામાં છરી (Weapon) લઈને આવી અન્ય સાથી વિદ્યાર્થીને છરીનો ડર બતાવી ઘા મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઘટનાના સીસીટીવી (CCTV) સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી એક શાળામાં ગંભીર ઘટના બનવા પામી છે. આશીર્વાદ શાળામાં ધોરણ 10નો એક વિદ્યાર્થી સ્કૂલ બેગમાં છરી લઈને આવ્યો હતો. CCTV કેમેરામાં જોવા મળે છે કે એક વિદ્યાર્થી છેલ્લી પાટલી પર એક વિદ્યાર્થી પાસે જાય છે, કોઈ વાત કરી તેની સાથે મારામારી કરવા લાગે છે, બાદમાં છરીથી ઘા મારી વિદ્યાર્થી ભાગી જાય છે. શાળામાં પુસ્તકોની સાથે હથિયાર પણ લઈ જતા માતાપિતાએ ચેતી જવું જરૂરી બન્યું છે.
ઘટનાની જાણ શિક્ષકને થતાં શિક્ષકે વિદ્યાર્થીની સ્કૂલ બેગ તપાસી હતી, જેમાં છરી મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ આખરે ધો. 10નો વિદ્યાર્થી શાળામાં છરી લઈને કેમ આવ્યો? તે દિશામાં જવાબો શોધવાનો પ્રયત્ન કરી રહી છે, વિદ્યાર્થી શિક્ષકને છરી મારવાની હોવાથી લાવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. સમગ્ર મામલે પોલીસે CCTVના આધરે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થતાં પ્રેમીએ માર્યા છરીના ઘા, બાદમાં કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:રાજકોટમાં લુખ્ખા તત્વએ મહિલા કોન્સ્ટેબલને આપી ધમકી! ‘…છરીના ઘા ઝીંકી દઈશ’
આ પણ વાંચો:કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર
