Dahod News/ મહાકુંભમેળામાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત

આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: મહાકુંભમેળા(Mahakumbhmela)માંથી પરત ફરતા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાતા 4 લોકોના મોત નિપજ્યા છે. દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ધોળકા, અંકલેશ્વરનો પરિવાર પણ પ્રયાગરાજ માકુંભમેળામાંથી પરત ફરી રહ્યો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રસ્તામાં ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાતા કરૂણાંતિકા સર્જાઈ છે.

માહિતી મુજબ હાલમાં ઘાયલોને દાહોદની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ મોડી રાત્રે પ્રયાગરાજમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિર્ઝાપુર હાઈવે પર ટ્રક અને બોલેરો વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમની બોલેરોને અકસ્માત નડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત, બે પિતરાઈ ભાઈના મોત

આ પણ વાંચો:ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, લોકોએ 2 ડમ્પરને આગ ચાંપી

આ પણ વાંચો:અમદાવાદના ધંધુકાના ફેદરા-પીપળી માર્ગ પર ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નીનું મોત