National News/ બહારથી તાળું અને અંદર 4 લાશ! 14 દુકાનોના માલિક વિરેન્દ્ર વૈશ્યના પરિવારનો ખાતમો

UP ના પ્રયાગરાજમાં 14 દુકાનો અને કરોડોની મિલકતના માલિક વિરેન્દ્ર વૈશ્યના પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા(Murder) કરાયેલી લાશ મળી આવી છે. મિલકત વિવાદ અને પોલીસ તપાસ પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Murder

Prayagraj Murder Case 2026: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કોતવાલી વિસ્તારમાં આવેલા સાઉથ મલાકાના હીવેટ રોડ પરથી એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘર અને દુકાનમાંથી એક જ પરિવારના 4 સભ્યોના કોહવાયેલા મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવવાને કારણે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જ્યારે ઘરનું તાળું તોડ્યું ત્યારે અંદરનું ભયાનક દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર, તમામ મૃતદેહો આશરે 2 થી 3 દિવસ જૂના હોવાનું અનુમાન છે અને શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા હોવાથી પોલીસ આ મામલાને ક્રૂર હત્યાના એંગલથી જોઈ રહી છે.

આ રીતે થયો Murder કેસમાં ચોંકાવનારો ખુલાસો

મંગળવારે હીવેટ રોડ પર આવેલા આ મકાનમાંથી અચાનક તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. આસપાસના પડોશીઓએ ઘરની બહારથી બૂમો પાડી હોવા છતાં અંદરથી કોઈ હલચલ ન જણાતા આખરે પોલીસને બોલાવવામાં આવી હતી.

પોલીસ જ્યારે મકાનના ઉપરના માળે પહોંચી ત્યારે લોખંડના મુખ્ય દરવાજા પર બહારથી તાળું મારેલું હતું. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અલગ-અલગ રૂમમાંથી 3 સભ્યોના મૃતદેહો(Murder) મળી આવ્યા હતા. ત્યારબાદ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની તપાસ કરતા ત્યાંથી ચોથો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

મૃતકોની ઓળખ:

વિરેન્દ્ર વૈશ્ય (70 વર્ષ) – પરિવારના મુખિયા

અનીતા વૈશ્ય (65 વર્ષ) – વિરેન્દ્રભાઈના પત્ની

મીનાક્ષી વૈશ્ય (45 વર્ષ) – અપરિણીત પુત્રી

અભિષેક વૈશ્ય (40 વર્ષ) – પુત્ર

કરોડોની સંપત્તિ અને 14 દુકાનોના માલિક હતા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતક વિરેન્દ્ર વૈશ્ય કરોડોની સંપત્તિના માલિક હતા. તેમનું આ મકાન આશરે 200 ચોરસ વારમાં ફેલાયેલું હતું. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમણે એક નાની માર્કેટ બનાવી રાખી હતી, જેમાં કુલ 14 દુકાનો આવેલી છે. આ 14 માંથી 12 દુકાનો તેમણે ભાડે આપેલી હતી, જ્યારે 1 દુકાન પુત્ર અભિષેક અને 1 દુકાન પુત્રી મીનાક્ષી ચલાવતા હતા. આ જ મકાનના ઉપરના ભાગમાં આખો પરિવાર વૈભવી જીવન જીવતો હતો.

સંપત્તિ વિવાદ અને પુત્ર પર શંકાની સોય

ડીસીપી મનીષ શાંડિલ્યએ આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે, “ફોરેન્સિક ટીમની મદદથી ઘરના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃતદેહોને(Murder) પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.”

તેમણે વધુમાં એક મહત્ત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે, “પ્રાથમિક વિગતો મુજબ મૃતક વિરેન્દ્રને બે પુત્રો હતા. તેમાંથી એક પુત્રની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વિરેન્દ્રભાઈએ તેને આશરે 15 થી 20 વર્ષ પહેલાં જ પોતાની તમામ મિલકતમાંથી બેદખલ (બારખાસ) કરી દીધો હતો. જ્યારે બીજો પુત્ર જે તેમની સાથે જ રહેતો હતો, તેની સાથે પણ વિરેન્દ્રને અવારનવાર મિલકત બાબતે મોટો વિવાદ ચાલતો હતો.” હાલમાં પોલીસ પરિવારના એક પુત્રની શોધખોળ કરી રહી છે જે છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હોવાનું કહેવાય છે. પોસ્ટમોર્ટમ(Murder) રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાના(Murder) ચોક્કસ સમય અને કારણોની સાચી હકીકત સામે આવશે.


આ પણ વાંચો:મેરઠમાં મહિલા કબડ્ડી ખેલાડીની હત્યા, ₹3,600ના વિવાદમાં અપહરણ બાદ ઈંટથી મારી નાખી

આ પણ વાંચો:સૂર્યા ચૌહાણ હત્યાકાંડના મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટર, બકરી ઈદના દિવસે કરી હતી મિત્રની હત્યા

આ પણ વાંચો:કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીને તો બચાવી લેવાઈ, પણ બચાવવા કૂદેલા 5 યુવકોના કરૂણ મોત