National News/ સૂર્યા ચૌહાણ હત્યાકાંડના મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટર, બકરી ઈદના દિવસે કરી હતી મિત્રની હત્યા

ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં સૂર્યા ચૌહાણની (Surya ) નિર્મમ હત્યા કરનારા મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટર થયું છે. ઉત્તર પ્રદેશ પોલીસની આ મોટી કાર્યવાહી પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories NATIONAL India
Surya

Ghaziabad Asad Encounter 2026: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના(Surya ) ખોડા વિસ્તારમાં થયેલા ચકચારી સૂર્યપ્રતાપ ચૌહાણ હત્યાકાંડમાં પોલીસે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી કરી છે. 17 વર્ષીય સૂર્યાની હત્યાના મુખ્ય આરોપી અસદનું પોલીસ સાથેની ભીષણ અથડામણમાં એન્કાઉન્ટર થયું છે. શનિવારે મોડી રાત્રે ઘટેલી આ ઘટનામાં પોલીસના વળતા ફાયરિંગમાં 50,000 રૂપિયાનો ઇનામી બદમાશ અસદ ઠાર માર્યો ગયો છે, જ્યારે આ ક્રોસ ફાયરિંગમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હોવાના અહેવાલ છે.

કુરબાની જોવાના બહાને બોલાવીને કરી હતી હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક સૂર્યા અને આરોપી અસદ બંને મિત્રો હતા. મોટરસાયકલ ચલાવવા બાબતે થયેલા એક સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પીડિત પરિવારના આક્ષેપ મુજબ, 28 મેના રોજ બકરી ઈદના દિવસે અસદે સૂર્યાને ફોન કરીને ખાસ કુરબાની જોવાના બહાને આમંત્રણ આપીને બોલાવ્યો હતો. સૂર્યા ત્યાં પહોંચતા જ અસદ અને તેના સાથીઓએ તેના પર છરી વડે આડેધડ જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ

સૂર્યાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર ખોડા વિસ્તારમાં ભારે જનરોષ ફાટી નીકળ્યો હતો.

ભાગવાની ફિરાકમાં હતો આરોપી, પોલીસે આ રીતે દબોચ્યો

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અસદ ફરાર થવા માટે નાણાં એકઠા કરી રહ્યો છે અને વહેલી તકે વિસ્તાર(Surya ) છોડીને ભાગવાની તૈયારીમાં છે. ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું કે, આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ જગ્યાએ બેરિકેડ્સ ગોઠવીને સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન અસદ તેના એક સાથીદાર સાથે બાઇક(Surya ) પર ભાગતો નજરે પડ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા જ તેણે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આત્મરક્ષણમાં પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં અસદ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેને ‘બ્રોટ ડેડ’ (મૃત) જાહેર કર્યો હતો.

Surya  ના પીડિત માતાની માંગ:

‘બાકીના આરોપીઓના ઘર પર પણ બુલડોઝર ચાલવું જોઈએ’

અસદના એન્કાઉન્ટર બાદ મૃતક સૂર્યાની(Surya) માતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “મેં અત્યારે માત્ર એક મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર જોયું છે, પરંતુ મારા નિર્દોષ દીકરા પર 7 લોકોએ મળીને હુમલો કર્યો હતો. મારી માંગ છે કે આ ગુનામાં સામેલ અન્ય તમામ આરોપીઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી થવી જોઈએ અને દરેકના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ.”

આ ઘટના પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ (Surya ) મૌર્યએ પણ કડક વલણ અપનાવતા કહ્યું છે કે હત્યારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. બીજી તરફ બીએસપી ચીફ માયાવતીએ આ ઘટનાને અત્યંત દુઃખદ અને ચિંતાજનક ગણાવી છે.


આ પણ વાંચો: નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 8 સભ્યોના કરુણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

આ પણ વાંચો: કર્ણાટકમાં જમીન વિવાદમાં 6 લોકોની ગોળી મારી હત્યા, કુહાડીથી શબના ટુકડા કર્યા

આ પણ વાંચો: કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીને તો બચાવી લેવાઈ, પણ બચાવવા કૂદેલા 5 યુવકોના કરૂણ મોત