Junagadh Rain/ જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ તો વિસાવદરમાં 13 ઈંચ વરસાદ ત્રાટક્યો

સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો ન હતો ત્યાં સુધી કોરુધાકોર હતુ, પરંતુ હવે વરસાદે રીતસરની ધમધમાટી બોલાવી છે. જૂનાગઢમાં જ જુઓ તો વંથલીમાં 24 કલાકમાં 15 ઇંચ તો વિસાવદરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ત્રાટક્યો છે.

Gujarat Top Stories Breaking News

Junagadh News: સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો ન હતો ત્યાં સુધી કોરુધાકોર હતુ, પરંતુ હવે વરસાદે રીતસરની ધમધમાટી બોલાવી છે. જૂનાગઢમાં જ જુઓ તો વંથલીમાં 24 કલાકમાં 15 ઇંચ તો વિસાવદરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ત્રાટક્યો છે.

આમ આખુ જૂનાગઢ પાણી-પાણી છે. જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. મેંઘો મન મુકીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. જૂનાગઢમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.

જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધી માં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી.

માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા,  માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 8 ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત