- રાજકોટ:વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો ભરશે ફોર્મ
- બહુમાળી ભવનમાં ડોમ કરવામાં આવ્યો ઉભો
- પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ગ્રામ્યના ઉમેદવારો ભરશે ફોર્મ
- ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ નો માહોલ
- ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ ફોર્મ ભરશે
- રમેશ ટીલાળા , ભાનુ બાબરીયા ભરશે ફોર્મ
- મનસુખ માંડવીયાની હાજરીમાં ઉમેદવારો ભરશે ફોર્મ
- ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે સભાનું આયોજન
- બહુમાળી ભવન ચોક ખાતે સભાનું આયોજન
- સરદાર પટેલની પ્રતિમા પર કરાશે ફુલહાર
- 12.39 ના શુભ મુહૂર્તએ ઉમેદવારો ભરશે ફોર્મ
- ફોર્મ ભરવા પહેલા ભાજપનું શક્તિપ્રદર્શન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધા છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. રાજકોટમાં આજે 4 ઉમેદવારો ભરશે ફોર્મ.ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ રમેશ ટીલાળા , ભાનુ બાબરીયા ભરશે ફોર્મ.
ઉલ્લેખનીય છે કે રાજકોટના આ ચાર ઉમેદવારો વિજય મુર્હત સમયે ફાર્મ ભરશે. આ મુર્હત સમય 12,39 ભરશે. આ ચાર બેઠકના ઉમેદવારી ફોર્મ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ ચાર બેઠકોને લઇને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
