Rajkot/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને બહાર મુકવા મામલે બે રેસીડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને બહાર મૂકાયા મામલે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલે આ મામલે તાત્કાલિક પગલા લેતા બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા.

Top Stories Gujarat Others

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને બહાર મૂકાયા મામલે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલે આ મામલે તાત્કાલિક પગલા લેતા બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા. 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કરને હોસ્પિટલમાં સારવાર આપવાના બદલે વૃદ્ધાને સ્ટ્રેચર સાથે તબીબે બહાર મુકી દીધા હતા. આ મામલે હોસ્પિટલ સત્તાધીશોએ કાર્યવાહી કરતા બે રેસીડેન્ટ ડોક્ટર ડો.હેત અને ડો.જૈનમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે. પરંતુ 70 વર્ષીય વર્ષાબેન નામની મહિલાને સારવાર આપ્યા વગર રેઢા મુકવામાં આવ્યા. હોસ્પિટલના બે તબીબોએ વૃદ્ધાને સ્ટ્રેચર સાથે પીએમ રૂમ ની બહાર મૂકી દીધા. આ મામલો મીડિયામાં સામે આવ્યા બાદ ઉહાપોહ મચતા સત્તાધીશોએ તાત્કાલિક પગલા લીધા. સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે બનાવવામાં આવી અને તેમણે રિપોર્ટ તૈયાર કરી મેડિકલ સુપ્રીટેનડન્ટને સોંપ્યો. સાત સભ્યોની ટીમે તેમના તપાસમાં સર્જરી વિભાગનો સ્ટાફ, તબીબો તેમજ ઈમરજન્સી વિભાગના સ્ટાફના નિવેદનો લીધા હતા. જેના બાદ કાર્યવાહી કરતા હોસ્પિટલે રેસીડેન્ટ ડોક્ટર ડો.હેત અને ડો.જૈનમને સસ્પેન્ડ કર્યા.

નોંધનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન દર્દીને ઈમરજન્સી 108માં લાવવામાં આવ્યા હતા. પછી વૃદ્ધાને બેભાન અવસ્થામાં ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે તેમને તપાસીને જોયું તો તેમના હાથ સડવા લાગ્યા હતા, તેના પછી ફરજ પરના તબીબે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરવા કેસ પેપરમાં લખ્યું હતું, ત્યારબાદ વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સવારે હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર ફોન કરીને વૃદ્ધાની સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. પછી તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધા વોર્ડમાં નથી, જે બાદ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક સ્ટાફે વૃદ્ધાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે સર્જરી વિભાગથી દૂર પીએમ રૂમ પાસે સ્ટ્રેચર પર વૃદ્ધા મળી આવ્યા હતા. સવારે હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર ફોન કરીને વૃદ્ધાની સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. પછી તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધા વોર્ડમાં નથી, જે બાદ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક સ્ટાફે વૃદ્ધાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે સર્જરી વિભાગથી દૂર પીએમ રૂમ પાસે સ્ટ્રેચર પર વૃદ્ધા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલમાં થોડા સમય માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત

આ પણ વાંચો: જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર

આ પણ વાંચો: જૂનાગઢ બાદ બનાસકાંઠામાં પણ દોઢ કિલો સોનાની સનસનાટીભરી લૂંટ