Surat News: સુરત (Surat)માં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ વધુ સર્તક બની છે. ગણેશ ઉત્સવ (Ganesh Festival) દરમ્યાન વધુ અનિચ્છનીય બનાવ ના બને માટે શહેરમાં અનેક મહત્વના વિસ્તારોમાં આવેલ ગણેશ પંડાલ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તહેવારના દિવસોમાં જૂથ અથડામણ અથવા તો અસમાજિક તત્વોનો આતંક ના વધે માટે પોલીસ સતર્ક બનતા સુરક્ષા વધુ મજબૂત કરી છે. આગામી દિવસોમાં શહેરમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદની ઉજવણી થશે.

ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે પોલીસ એકસન મોડમાં આવી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય માટે 8 SRPની કંપની તૈનાત કરાઈ. આ ઉપરાંત રેપિડી એકશન ફોર્સની ટીમો પણ તૈનાત રહેશે. સુરત શહેર માં શાંતિનો માહોલ જાળવવા ઈદે મિલાદનું જૂલૂસ સાંજના ચાર ના બદલે સવારે 11 વાગ્યે નીકાળવામાં આવશે. તેમજ 200 જેટલા પોલીસ અધિકારીઓને પણ બહારથી બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત એક રેપિડ એક્શન ફોર્સની ટુકડી પણ મંગાવવામાં આવી છે. બંને તહેવાર એક જ દિવસે હોવાથી સુરત શહેરમાં 6,000 જેટલા પોલીસ કર્મચારીઓ, 2500 હોમગાર્ડ અને ટીઆરબી જવાનો ખડેપગે ફરજ બજાવશે.
નોંધનીય છે કે ગણેશ ઉત્સવ તહેવારની ઉજવણી દરમ્યાન શહેરમાં સૈયદપુરા અને વરીયાવી બજારમાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. વરિયાવી બજાર (Variyavi Bazar)માં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી કાંકરીચાળો કરાયો. વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર અજાણ્યા છ કિશોરો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતાં મામલો વધુ બીચકયો હતો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં અરાજકતાનો માહોલ છવાયો હતો. જો કે ગૃહમંત્રીએ તાત્કાલિક પગલા લેતા મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં પથ્થરબાજોને કોર્ટમાં રજૂ કરાયા, 14 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા
આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
આ પણ વાંચો: સુરતમાં પથ્થરમારો કરનારાઓની ગેરકાયદેસર મિલકત પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
