Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતનું સંયુક્ત ઓપરેશન (Joint Operation) હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન, 890 શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સ (Suspected immigrants)ની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો છે. ગુજરાતમાં 1534 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાંથી 500, રાજકોટમાંથી 10, સુરતમાંથી 135 ઘૂસણખોરોને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે.
#WATCH | Ahmedabad, Gujarat: This morning, starting from 3 am, the Ahmedabad Crime Branch, along with teams from the SOG, EOW, Zone 6, and Headquarters, organised a combing operation to apprehend foreign immigrants residing illegally in Ahmedabad city. During this operation, more… pic.twitter.com/lYXvQiz0VV
— ANI (@ANI) April 26, 2025
અમદાવાદ શહેર (Ahmedabad city)માં ચંડોળા તળાવ પાસે 457 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસતા હોવાની આધારભૂત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યુ હતું. નાઈટ કોમ્બિંગ કરી ઘર તપાસી ગેરકાયદે વસવાટ કરતા લોકોની અટકાયત કરી મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી બધાનાં નિવેદન લેવામાં આવ્યા છે. હાલ બહારામપુરા વિસ્તારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકોની હકાલપટ્ટી કરવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ સક્રિય થઈ ગઈ છે. સુરત (Surat city) શહેરમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ક્રોસ વેરિફિકેશન કરી 6 જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
