Not Set/ પેટ્રોલ-ડીઝલ સાથે બટેટામાં પણ લાગી આગ

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો આને ઓછા ઉત્પાદનના કારણે બટેટા કડવા થઇ ગયા છે. બજારમાં બટેટાની કિંમત બીજા શાકભાજીના ભાવને હરાવીને નવી ઉંચાઈ મેળવી રહી છે. એવું નથીકે બટેટામાં થયેલા ભાવ વધારાનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે, પણવચેટિયાના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, અને આમ જનતાના બજેટ પર માર પડી રહ્યો છે. બજારમાં બટેટાના ભાવે […]

Top Stories Gujarat

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો આને ઓછા ઉત્પાદનના કારણે બટેટા કડવા થઇ ગયા છે. બજારમાં બટેટાની કિંમત બીજા શાકભાજીના ભાવને હરાવીને નવી ઉંચાઈ મેળવી રહી છે. એવું નથીકે બટેટામાં થયેલા ભાવ વધારાનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે, પણવચેટિયાના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, અને આમ જનતાના બજેટ પર માર પડી રહ્યો છે.

બજારમાં બટેટાના ભાવે ૨૦ થી ૩૦ રૂપિયા પ્રતિકિલોની ઉંચાઈ હાસિલ કરી લીધી છે. જથ્થાબંધ બજારમાં બટેટાનો ભાવ ૧૫
રૂપિયા પ્રતિકિલો બોલાઈ રહ્યો છે. જોકે અત્યારે ફક્ત મોટા શહેરોમાં જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, નાના શહેરોમાં કિંમત
હજુ નિયંત્રણમાં છે.

ગયા વર્ષે બટેટાનો ભાવ ઉંધા માથે હતો એટલે ખેડૂતોએ આ વખતે ખુબ ઓછી વાવણી કરી હતી. બટેટાની ગુણવત્તા પણ સારી નથી કારણ કે ખેડૂતોએ જુના બટેટાને જ બીજ તરીકે વાપર્યા હતા.

ગયા વર્ષે ડીસેમ્બરમાં બટેટાનો ભાવ ૨૦ રૂપિયા પ્રતિકિલો હતો, જેના કારણે ખેડૂતોને ખુબ નુકશાન થયું હતું. મજબુરીમાં ખેડૂતો
બટેટા રસ્તા પર ફેકી ડેટા હતા અને કલદ સ્ટોરેજ માંથી પણ ઉઠાવતા નહતા. જયારે ૬ મહિનામાં જ ભાવમાં ઘણો વધારો થઇ ગયો
છે.

યુપીના આગ્રા, મથુરા, ફિરોઝાબાદ, મૈનપૂરી, ઇટાવા, એટા,અરૈયા,કાનપુર, ફાર્રુખાબાદ, ફતેહપુર, કન્નૌજ વગેરે જીલ્લાઓ આલુ
બેલ્ટના નામથી મશહૂર છે. આ જીલ્લામાં જે બટેટા પાકે છે એ સૌથી સારી ક્વોલીટીના માનવામાં આવે છે. દેશના ઘણાં રાજ્યોમાં
અહીથીજ બટેટાની સપ્લાય કરવામાં આવે છે. ઉતર પ્રદેશ ગયા વર્ષે ૧.૬ કરોડ ટન બટેટાનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું.
યુપી સિવાય હિમાચલ, ઉતરાખંડ અને ગુજરાતમાં પણ બટેટાનું ઉત્પાદન આ વર્ષે ઘણું ઓછુ થયું છે. પંજાબ અને યુપીમાં બટેટાનું
૨૦ ટકા ઉત્પાદન ખરાબ થઇ ગયું હતું