VADODRA NEWS/ હરણી તળાવ ગોઝારી બોટ દુર્ઘટના: આરોપીનું કોર્ટના હુકમનું ઉલ્લંઘન, રાજસ્થાનમાં પ્રવાસના CCTV ફૂટેજ સામે આવ્યા

હરણી તળાવ દુર્ઘટના, જેમાં નબળી સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારીને કારણે આટલા જીવ ગયા..

Top Stories Gujarat Breaking News

Vadodra News: વડોદરાના હરણી તળાવ ગોઝારી બોટ દુર્ઘટના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દુખદ ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહે કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી, પત્ની સાથે રાજસ્થાનની મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રાપ્ત એક્સક્લૂઝિવ CCTV ફૂટેજમાં પરેશ શાહ રાજસ્થાનની એક હોટેલમાં ચેક-ઇન કરતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા છે, જેનો ખુલાસો ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો માટે આઘાતજનક છે.

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે આરોપીઓ પીડિત પરિવાર ને વળતર ચૂકવવા કારણો ધરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ત્યારે વડોદરા કોર્ટ ના હુકમ નું ઉલ્લંઘન કરી પરેશ શાહ પત્ની સાથે ગુજરાત બહાર ફરતો હોવાથી પીડિત પરિવાર માં વધુ ગમગીની ફેલાયી.

કોર્ટે આરોપી પરેશ શાહને સ્થાનિક સીમામાં રહેવાના અને કોઈપણ પ્રવાસ માટે પરવાનગી લેવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા. જોકે, તેમણે આ હુકમની અવગણના કરી અને રાજસ્થાનની મુસાફરી કરી. મંતવ્ય ન્યૂઝના CCTV ફૂટેજમાં પરેશ શાહ હોટેલમાં ફોર્મ ભરતા અને પેમેન્ટ કરતા દેખાયા, જે આ કેસમાં નવો વિવાદ ઉભો કરે છે.

આ ઘટનાએ પીડિત પરિવારોમાં રોષની લાગણી ઉભી કરી છે. એક પીડિત પરિવારના સભ્યએ જણાવ્યું, “અમે ન્યાય અને વળતર માટે લડી રહ્યા છીએ, અને આરોપી મોજશોખથી પ્રવાસ કરી રહ્યા છે. આ કેવો ન્યાય છે?” પીડિતોનું કહેવું છે કે આવી ઘટનાઓ ન્યાય પ્રત્યેનો તેમનો વિશ્વાસ ડગમગાવે છે.

આ ઉપરાંત, સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે પરેશ શાહનો પુત્ર હાલ વિદેશમાં છે. આ ઘટનાએ ન્યાયતંત્રની કાર્યવાહી પર પણ સવાલો ઉભા કર્યા છે. મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ પોલીસ અને કોર્ટ કડક કાર્યવાહી કરતા પરેશ શાહ ના જમીન રદ કરી જેલ ભેગો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી

આ પણ વાંચો:વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ પિટિશન

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ