વડોદરા હરણી તળાવ દુઘર્ટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. પીડિત પરિવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ન્યાયની માંગણી કરતા રીટ પિટિશન દાખલ કરવામાંઆવી. હરણી તળાવમાં શાળાના બાળકો પિકનિકનો આનંદ માણવા આવ્યા હતા. પરંતુ આ પિકનિક બાળકો માટે એક દુઃખદ ઘટના બની રહી. બાળકો બોટ સવારીનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી ખાતા 12 બાળકો સહિત 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા.
ગત અઠવાડિયે 18 જાન્યુઆરીના દિવસે સન રાઈઝ શાળા દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને હરણી તળાવ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બોટ અચાનક પલટી ખાતા મોટી દુર્ઘટના બનવા પામી. આ દુર્ઘટનામાં પરિવારે પોતાના વહાલસોયા બાળકો ગુમાવ્યા. હરણી તળાવ દુર્ઘટના મામલે અનેક વિસંગતતા સામે આવી છે. દુર્ઘટના બાદ તપાસમાં ઢીલ નીતિ લાગતા પીડિત પરિવારો નારાજ થયા છે. આ મામલે કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપલ અધિકારીઓ તેમજ પોલીસની મિલી ભગત લાગતા પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

હરણી તળાવ દુર્ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનારા પરિવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. પીડિત પરિવારોએ વડોદરા મ્યુનિસિલ કોર્પોરેશનના કમિશનર, વડોદરાના કલેકટર, સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સામે કડક પગલાં લેવાની માંગ કરતા કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. પીડિતોના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા આ અરજી કરવામાં આવી. આ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે ન્યાય મળે માટે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણમાં SITની રચના કરવામાં આવે. વડોદરાના કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જવાબદાર હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને પીડિતોને 4 લાખના બદલે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 6 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે.
18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં સન રાઈઝ શાળાના બાળકો પિકનિક માણવા તળાવમાં બોટિંગ રાઈડનો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 11 ના બદલે 32 લોકોને બોટમાં બેસાડતા આ દુર્ઘટના બનવા પામી. બોટ થોડો સમય ચાલ્યા બાદ અચાનક પલટી ખાઈ જતા 15 જેટલા લોકોના મૃત્યુ થયા. જેના બાદ સામે આવ્યું કે બોટના કોન્ટ્રાક્ટરમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. તેમજ શાળાના સંચાલકોએ પણ ડીઈઓની મંજૂરી વગર પિકનિકનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આથી પીડિતોએ શાળાના સંચાલકો, મ્યુનિસિપલ અધિકારીઓ તેમજ તળાવના કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી.
આ પણ વાંચો:Good News!/કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા વધુ એક સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો 3 બચ્ચાને જન્મ
આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યા રામ મંદિર : સામાન્ય જનતા આજથી લઈ શકશે દર્શનનો લાભ, મોડી રાતથી લાંબી લાઈનો
