@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરતમાં એક તરફ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કરાયા છે. આ બધા વચ્ચે હવે કફર્યુ અને જાહેરનામાંનો ભંગ કરી લોકો જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. અને આવા જ બે વધુ વીડિયો વાયરલ થયા છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામનાં શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં તે જાહેરમાં મોડી રાત્રીનાં સમયે કેક કાપીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. ભાઠેનાં વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. તો બીજી તરફ સુરતનાં પાંડેસરા વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મોટા સમાચાર / નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય
કડક નિયંત્રણો વચ્ચે દારૂનો વેપલો કરતા યુવકનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેને લઈને કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે નિયમને નેવે મૂકી લોકો જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામનાં શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં, છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે. વીડિયોમાં દેખાતો યુવક હેમંત પિયા ઉર્ફે માંજરો હોવાનું જાણવા મળ્યું છે. ભાઠેનાં વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. દારૂનો ધંધો કરતો યુવાન કાયદાનો કોઈ પણ ડર રાખતો ન હોય તે રીતે જન્મદિવસની ઉજવણી કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.
નહીં સુધરે લોકો! / ઝેરી દારૂ પીવાથી અલીગઢનાં 7 લોકોનાં મોત, DM એ તપાસનો આદેશ આપ્યો
પાંડેસરામાં બુટલેગરને ત્યાં લગ્નનો જમણવારનો વીડિયો થયો વાયરલ
સુરતમાં પી.આઈ. નાં વિદાય સમારોહનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને પી.આઈ. એ.પી. સાલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો વાયરલ થયો છે. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં પોલીસની નાક નીચે ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીનાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કફર્યુનાં સમયમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને જમણવારમાં નિયમનાં ધજાગરા ઉડ્યા હતા. મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બૂટલેગરની સામે પોલીસ કયા પ્રકારનાં પગલાં લે છે એ જોવું મહત્ત્વનું છે.

