Good News!/ કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા વધુ એક સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો 3 બચ્ચાને જન્મ

દેશના ચિત્તાના નિવાસસ્થાન કુનો નેશનલ પાર્કમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 19 કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા વધુ એક સારા સમાચાર, માદા ચિત્તા જ્વાલાએ આપ્યો 3 બચ્ચાને જન્મ

દેશના ચિત્તાના નિવાસસ્થાન કુનો નેશનલ પાર્કમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે.કુનોની મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર નવજાત બચ્ચાની તબિયત સારી છે અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માદા ચિત્તા આશાએ પણ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.

માહિતી અનુસાર, આ પહેલા માર્ચ 2023માં માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, પરંતુ માત્ર એક બચ્ચું જ બચ્યું હતું. ત્યારે કુનો મેનેજમેન્ટે બચ્ચાંના મોતનું કારણ કાળઝાળ ગરમીને ગણાવ્યું હતું. જ્વાલા પહેલા શિયા તરીકે ઓળખાતી હતી, બાદમાં તેનું નામ ‘જ્વાલા’ રાખવામાં આવ્યું હતું.

કુનો નેશનલ પાર્કમાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીમાં 6 બચ્ચાનો જન્મ થયો છે. નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે તાજેતરમાં માદા ચિતા આશાએ પણ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.

3 જાન્યુઆરીએ માદા ચિતા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ તમામ ચિત્તા સ્વસ્થ છે અને KNP ટીમ તેમની ખાસ કાળજી લઈ રહી છે. કુનો નેશનલ પાર્કમાં હવે ધીમે ધીમે ચિત્તાઓની વસ્તી વધી રહી છે.

પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘કુનોના નવા બચ્ચા, જ્વાલા નામની નામીબિયન ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે, નામીબિયન ચિત્તા આશાએ તેના બચ્ચાને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી આ વધુ એક સારા સમાચાર છે. તમામ વન્યપ્રાણી વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છાઓ. ભારતમાં આ રીતે વન્યજીવોનો વિકાસ થતો રહેવો જોઈએ. ચિત્તા પ્રોજેક્ટ સફળ થાય.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!