Not Set/ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે માસિક રૂપિયા 3,000ના પેન્શનની યોજન શરૂ

દિલ્હી, વચગાળાના બજેટમાં અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માચે કજાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના શરૂ કરવામાં આવી છે. અને દેશભરમાંથી 3.13 સહકારી કેન્દ્રો સીએશી પર આ યોજના સાથે જોડાઈ શકાય છે. યોજનાનો લાભ લેનારા શ્રમિકોને 60 વર્ષ બાદ રૂપિયા 3000નું માસિક પેન્શન આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યૌગિકી મંત્રાલય હેઠળ કાર્યરત એકમ સીએસી […]

India Business
rre 6 અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે માસિક રૂપિયા 3,000ના પેન્શનની યોજન શરૂ

દિલ્હી,

વચગાળાના બજેટમાં અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માચે કજાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના શરૂ કરવામાં આવી છે. અને દેશભરમાંથી 3.13 સહકારી કેન્દ્રો સીએશી પર આ યોજના સાથે જોડાઈ શકાય છે. યોજનાનો લાભ લેનારા શ્રમિકોને 60 વર્ષ બાદ રૂપિયા 3000નું માસિક પેન્શન આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યૌગિકી મંત્રાલય હેઠળ કાર્યરત એકમ સીએસી ઇ-ગર્વનન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા યોજના માટે રજિસ્ટ્રેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે હેઠળ અસંગઠિત ક્ષેત્રના 18થી 40 વર્ષની ઉંમર ધરાવતા કર્મચારી યોજનાનો લાભ લઈ શકશે. અને આ લોકોને 60 વર્ષ બાદ રૂપિયા ત્રણ હજારનું માસિક પેન્શન મળશે. જોકે યોજનાના ઘણા નિયમો પણ છે. નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાના બજેટ દરમિયાન વર્ષ 2019-20 માટે આ મહત્વાકાંક્ષી સામાજિક યોજનાની જાહેરાત કરી હતી .જેનો અમલ શ્રમ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે. યોજનાનો લાભ 1 5, 000 રૂપિયાની માસિક આવક ધરાવતા અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મળશે. યોજના હઠળ અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ શ્રમિકોને જોડવાનું લક્ષ્યાંક છે.

આ રીતે થશે નોંધણી એક અધિકારીએ જણાવ્યું હતું કે અએસપીવી નેટવર્ક હેઠળ આખા દેશમાં 3.13 લાખ સીએસીસમાવેશ પામે છે તેમાંથી 2.13 લાખ ગ્રામ પંચાયતના સ્તરે છે યોજના માટે નોંધણી સીએસી દ્વારા જ કરવામાં આવશે શ્રમિકો નજીકન સીએસસી પર નોંધણી કરાવી શકે છે. જેમાં આધાર કાર્ડ તથાબેંક ખાતું અથવા તો જન –ધન યોજનાની પાસબુક લઇને જવાનું રહેશે. અને પ્રથમ મહિનાનું અંશદાન શ્રમિકોએ રોકડમાં આપવું પડશે.આ યોજનામાં 18 વર્ષની ઉંમરે જોડાયેલા શ્રમિકોએ મહિને 55 રૂપિયાનો હપ્તો ભરવો પડશે. અને 29 વર્ષના હોય તેમણે 100 રૂપિયા તથા 40 વર્ષીય વ્યક્તિએ માસિક 200 રૂપિયા ભરવા પડશે.

આ યોજનામાં નોંધણી કરાવનાર શ્રમિકને એક વિશેષ આઇડી નંબર પણ આપવામાં આવશે.સીએસસી અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં બેંકના પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે છે. તેથી તે સીએસીમાં બેંક ખાતું ખોલવામાં પણ મદદ કરશે. જેથી લોકોએ બેંક સુધી ન જવું પડે.