Not Set/ સોમવારે સફેદ વસ્ત્ર પહેરીને રિઝવો શિવજીને

અમદાવાદ, સોમવારે એ શિવજીને સમર્પિત વાર છે અને અઠવાડિયાના આરંભે જ તમે શિવપૂજા સંપૂર્ણ ધ્યાન અને મનથી કરશો તો ભોળાનાથ તમારી પર પ્રસન્ન થતા જરા પણ વાર નહીં લગાડે અને તમારા જીવનમાંથી નિરાશા અને મુશ્કેલીઓને દૂર કરીને ખુશીઓનું વરદાન આપશે. આમ તો તમામ લોકો શિવજીની પૂજી વિધિ અને જળાભિષેક કરવાનું જાણે છે પરંતુ જો તમે […]

Uncategorized
rre 7 સોમવારે સફેદ વસ્ત્ર પહેરીને રિઝવો શિવજીને

અમદાવાદ,

સોમવારે એ શિવજીને સમર્પિત વાર છે અને અઠવાડિયાના આરંભે જ તમે શિવપૂજા સંપૂર્ણ ધ્યાન અને મનથી કરશો તો ભોળાનાથ તમારી પર પ્રસન્ન થતા જરા પણ વાર નહીં લગાડે અને તમારા જીવનમાંથી નિરાશા અને મુશ્કેલીઓને દૂર કરીને ખુશીઓનું વરદાન આપશે. આમ તો તમામ લોકો શિવજીની પૂજી વિધિ અને જળાભિષેક કરવાનું જાણે છે પરંતુ જો તમે

ખાસ પ્રકારે શિવપૂજા કરશો તો એ તમારા માટે ફાયદાકારક રહેશે. શિવજીને સોમવાર ખાસ પસંદ છે. તેથી આ દિવસે સફેદ વસ્ત્ર, સફેદ પુષ્પ દ્વારા શિવજીનું પૂજન કરવું જોઈએ.

સોમવારે શુભ્ર વસ્ત્રો ધારણ કરીને આ રીતે શિવજીનું પૂજન કરવું જોઈએ.

– સવારે નિત્ય કર્મ અને સ્નાન કરી પવિત્ર થઇ જાઓ.

– શિવ ઉપાસના માટે સફેદ વસ્ત્ર ધારણ કરો

– પંચોપચાર પૂજામાં ચંદન, ગંધ, ફૂલ, નૈવેધ અને ધુપ, દીવાથી આરતીનું વિધાન છે. તેની સાથે શિવને જળ અને બિલીપત્ર પણ અર્પણ કરો.

– શિવ પૂજામાં  પૂજાની શરૂઆત ગાયનાં દુધથી દુગ્ધાભિષેક કરો.

– તેનાં પછી આ ક્રમ પ્રમાણે ગંધ કે ગુલાલ, સફેદ ફૂલ કે બિલીપત્ર ચઢાવતાં પંચાક્ષરી મંત્ર नम: शिवाय કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय કે નીચે લખેલાં સરળ મંત્ર બોલો.

-ॐ महेश्वराय नम:

-ॐ शंकराय नम:

-ॐ विष्णुवल्लभाय नम:

– ભગવાનને નૈવેધમાં ફળ તથા દુધથી બનેલી મીઠાઇ ખવડાવો.

– પૂજાનાં બાદ ધુપ,દીવો, કપુરથી શિવની આરતી કરો.

અંતમાં ત્રુટિઓ માટે ક્ષમા અને ઇચ્છાપુર્તિની કામના કરો. શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે.