મુંબઇ,
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0 જલ્દી જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલ જબરદસ્ત વીએફએક્સ અને એક્શન સીન્સના ચાહકોએ ખુબ જ વખાણ કર્યા છે. ફિલ્મ 2.0 વર્ષ 2010માં રિલીઝ થયેલ રોબોટની સિક્વલ છે.
ફિલ્મ 2.0ને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન પણ સ્પેશિયલ અપીયરેંસમાં જોવા મળવાની છે. તો આ સમાચારને લઈને નિર્દેશક શંકરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ફિલ્મ 2.0માં એશ્વર્યા રાયનો કેમિયો હશે. અહેવાલોનું માનવામાં આવે તો એશ્વર્યા તેના કિરદાર સનાના રૂપમાં ફિલ્મ 2.0ની સ્ક્રિપ્ટનો ભાગ છે.
આપને જણાવી દઈએ કે ફિલ્મમાં એશ્વર્યાનું નામ ઘણીવાર લેવામાં આવશે પરંતુ તે ફિલ્મમાં અભિયન કરશે નહીં. ફિલ્મ રોબોટમાં એશ્વર્યા અને રજનીકાંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં રોબો ચિટ્ટીની ભૂમિકા સનાના પ્યારમાં પડી જાય છે.
2.0 આ વર્ષની સૌથી વધુ બજેટ વાળી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય પહેલીવાર વિલનની ભૂમિકા નિભાવતા જોવા મળશે. તો રજનીકાંત સાઈન્ટીસ્ટ અને રોબોટના રોલમાં નજરે પડશે. ફિલ્મમાં એમી જૈક્સન, આદિલ હુસૈન અને સુધાંશુ પાંડે પણ મુખ્ય ભૂમિકા જોવા મળશે.