Not Set/ મહાબલી Vs વામન મામલે ટ્વીટ કરી ટલ્લે ચડ્યા કેજરીવાલ પણ, લોકોએ કર્યા આ કારણે ટ્રોલ…

દર વખતે ઓનમ પર્વ નિમિત્તે કેરળમાં મહાબાલી અને વામન અવતાર વિશે ભારે ચર્ચા થાય છે અને આ વર્ષ પણ તેમાં અપવાદ નથી. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંના એક ‘વામન’ અવતાર વિશે કેરળના નાણામંત્રી થોમસ આઇઝેક દ્વારા “છલ” શબ્દનો ઉપયોગ કરવા અંગે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે અને તેના માટે માર્કસવાદી નેતાને માફી માંગવા કહ્યું છે. બીજી તરફ, દિલ્હીના મુખ્ય […]

Uncategorized
a59eba4d5bf394bfff054c07b7026194 1 મહાબલી Vs વામન મામલે ટ્વીટ કરી ટલ્લે ચડ્યા કેજરીવાલ પણ, લોકોએ કર્યા આ કારણે ટ્રોલ...

દર વખતે ઓનમ પર્વ નિમિત્તે કેરળમાં મહાબાલી અને વામન અવતાર વિશે ભારે ચર્ચા થાય છે અને આ વર્ષ પણ તેમાં અપવાદ નથી. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંના એક ‘વામન’ અવતાર વિશે કેરળના નાણામંત્રી થોમસ આઇઝેક દ્વારા “છલ” શબ્દનો ઉપયોગ કરવા અંગે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે અને તેના માટે માર્કસવાદી નેતાને માફી માંગવા કહ્યું છે. બીજી તરફ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વામન જયંતિ નિમિત્તે ટ્વીટ કરીને બીજો વિવાદ ઉભો કર્યો છે. 

જો કે વામનના ટ્વિટ અંગેનો વિવાદ વધતો જોતાં કેરળના નાણામંત્રી, કે જે એક અર્થશાસ્ત્રી પણ છે, તેમણે કહ્યું હતું કે તેઓ ફક્ત શાસ્ત્રોમાંથી કોઈ કથાનું અર્થઘટન કરી રહ્યા હતા. થોમસ આઇઝેકે ટ્વીટ કરી તપાસ કરવાનું કહેતા કહ્યું છે કે, “મારા ઓણમ ટ્વીટ અંગે નારાજ દરેક વ્યક્તિ સ્વીકારે કે વિધાનનાં ઘણાં અર્થઘટનો થઇ શકે છે.” હું શ્રી નારાયણ ગુરુના શિષ્ય સહોધરન અયપ્પનનો ઉલ્લેખ કરતો હતો. જો તમને ખાતરી ન હોય તો, ઓનપટ્ટુ વાંચો.

ભાજપના પ્રદેશ પ્રમુખ કે.કે. સુરેન્દ્રને કહ્યું કે આઇઝેકને તેમની ટિપ્પણી અંગે ભગવાન વિષ્ણુના ભક્તોની માફી માંગવી જોઈએ. આઇઝેક ટ્વિટ કરીને ઓનમ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી અને 14 પ્રકારની શાકભાજીના વાજબી ભાવની ઘોષણા કરી હતી, “આપણે મહાબાલી (રાજા બાલી) ની ઉજવણી કરીએ છીએ, ન કે તેની સાથે છલ કરનાર વામનનાં ઉત્સવની ” મહાબલીએ જાતિ અને જ્ઞાતિના આધારે કોઈની સાથે ભેદભાવ નહોતો કર્યો. ”

તેમણે કહ્યું, ‘આ વર્ષે ઉત્સવ ઉજવવાની લણણી કંઈક અલગ જ છે. કેરળએ શાકભાજીમાં આત્મનિર્ભરતાના અભિયાન માટે 14 પ્રકારની શાકભાજીના વાજબી ભાવની ઘોષણા કરી છે. ‘ તેમણે તે પણ કહ્યું કે કરોડો ભક્તો ભગવાન વામનની પૂજા કરે છે અને તે વિષ્ણુના અવતાર છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના એર્નાકુલમ જિલ્લાના થ્રિકક્કરા ખાતે ભગવાન વામનના મંદિરમાં ઓણમનો સૌથી મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. સુરેન્દ્રને એક ફેસબુક પોસ્ટમાં કહ્યું, “આઇઝેક વામનનું અપમાન કર્યું, તેથી તેમણે ભગવાન વિષ્ણુના ભક્તોની માફી માંગવી જોઈએ.”

બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વામન જયંતી અંગે ટ્વીટ કરીને વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. અને તે પણ એવા સમયે, જ્યારે રાજ્યની પ્રજા રાજા મહાબાલીની ઉજવણી કરી રહી છે, ત્યારે મલયાલી લોકોએ કેજરીવાલ દ્વારા ટ્વિટ કરીને વામનનું ગૌરવ વધારવાનું પસંદ નહોતું કર્યું. તેઓએ સોશિયલ મીડિયા પર મીમ બનાવીને અરવિંદ કેજરીવાલને ટ્રોલ કરીને નિશાન બનાવ્યા છે. જો કે, આ પહેલીવાર નથી, ઓણમના પ્રસંગે પહેલા પણ આવા દાવાઓ ઉપર દાવા કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews