Not Set/ વિશ્વની અગ્રણી કાર કંપની ઑડીના CEOની કરાઈ ધરપકડ, જાણો, શું છે કારણ

બર્લિન, જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની ઑડીના CEO રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ કરવામાં આવી છે. રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ ડીઝલ ગાડીઓમાં પ્રદૂષણ પરીક્ષણ પ્રણાલીમાં કરવામાં આવેલા ગોટાળાના મામલે કરવામાં આવી છે. ઑડીના CEOની જર્મનીની રાજધાની બર્લિનથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ આ કંપનીની પેરેન્ટ કંપની ફોક્સવેગનના પ્રવક્તાએ જણાવ્યું, “રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ સોમવારે કરવામાં આવી […]

Uncategorized
180618 rupert stadler mc 1033 662ac830a9d6170e1a4ff4056ada7cac.fit 760w વિશ્વની અગ્રણી કાર કંપની ઑડીના CEOની કરાઈ ધરપકડ, જાણો, શું છે કારણ

બર્લિન,

જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની ઑડીના CEO રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ કરવામાં આવી છે. રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ ડીઝલ ગાડીઓમાં પ્રદૂષણ પરીક્ષણ પ્રણાલીમાં કરવામાં આવેલા ગોટાળાના મામલે કરવામાં આવી છે.

ઑડીના CEOની જર્મનીની રાજધાની બર્લિનથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ આ કંપનીની પેરેન્ટ કંપની ફોક્સવેગનના પ્રવક્તાએ જણાવ્યું, “રૂપર્ટ સ્ટેન્ડલરની ધરપકડ સોમવારે કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરાયા બાદ આ મામલે પૂછતાછ માટે તેઓને રિમાન્ડ આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફોક્સવેગન કંપની દ્વારા પોતાની ડીઝલ ગાડીઓમાં પ્રદૂષણના સ્તરને છુપાવવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે દોષિત ઠેરવવામાં આવી હતી, જયારે હવે આ આરોપો  ઑડી પર લાગી રહ્યા છે.

આ પહેલા રૂપર્ટ સ્ટેન્ડલરે માન્યું હતું કે, ઑડી A6 અને A7 મોડલની ૬૦૦૦૦ કારોમાં પ્રદૂષણનું સ્તર છૂપાવવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. જો કે આ ૬૦૦૦૦ કારો એ ૮ લાખ ૫૦ હજાર ગાડીઓમાંથી અલગ છે જેને કંપની દ્વારા ૨૦૧૭માં પ્રદૂષણ સોફ્ટવેરમાં ફેરફાર કરવા માટે પાછી ખેચવામાં આવી હતી.