Not Set/ શ્રીદેવીની ફિલ્મ પર પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મને બોની કપૂરે મોકલી લિગલ નોટીસ?

મુંબઇ, wink girl પ્રિયા પ્રકાશ વારિયરની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’ના નિર્માતાઓ સામે બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે કાનૂની નોટિસ મોકલી છે. કહેવામાં આવ્યું છે કે બોની કપૂરને ફિલ્મના કેટલાક સીન પર વાંધો છે. જો રિપોર્ટનું માનવામાં આવે તો, ફિલ્મનું ટીઝર આવ્યા પછી બોની કપૂરએ ફિલ્મના કેટલાક સીન્સનો વિરોધ કર્યો છે જેમાં અભિનેત્રીનું મૃત્યુ […]

Uncategorized
uh 4 શ્રીદેવીની ફિલ્મ પર પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મને બોની કપૂરે મોકલી લિગલ નોટીસ?

મુંબઇ,

wink girl પ્રિયા પ્રકાશ વારિયરની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’ના નિર્માતાઓ સામે બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે કાનૂની નોટિસ મોકલી છે. કહેવામાં આવ્યું છે કે બોની કપૂરને ફિલ્મના કેટલાક સીન પર વાંધો છે.

જો રિપોર્ટનું માનવામાં આવે તો, ફિલ્મનું ટીઝર આવ્યા પછી બોની કપૂરએ ફિલ્મના કેટલાક સીન્સનો વિરોધ કર્યો છે જેમાં અભિનેત્રીનું મૃત્યુ એ જ રીતે બતાવવામાં આવ્યું છે, હકીકતમાં શ્રીદેવીની મૃત્યુ દુબઈમાં બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવીના પતિ, બોની કપૂરને તેમની પત્નીના મૃત્યુથી સંબંધિત આ સમાનતાઓ દર્શાવવા સામે વાંધો છે અને આ કારણે તેમણે ફિલ્મને એક બીજી કાનૂની નોટીસ મોકલી છે.

Image result for sridevi boney kapoor priya

આ અહેવાલનું માનવામાં આવે તો, ફિલ્મ દિગ્દર્શક મામ્બુલીએ એક વેબસાઇટને જણાવ્યું છે કે તેમને બોની કપૂરની તરફથી લિગલ નોટિસ મળી છે અને મેકર્સ આ કાનૂની કેસનો પણ સામનો કરશે. જો કે  મામબુલીએ કહ્યું છે કે શ્રીદેવી એક સામાન્ય નામ છે અને તેની ફિલ્મનું પાત્ર આગળ વધે છે અને અભિનેત્રી બનાવે છે અને તેની ફિલ્મ એક રહસ્યમય મૂવી છે.

Image result for sridevi boney kapoor priya

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે વેલેન્ટાઇન ડે પર તેની શરારત કરનારી પ્રિયા પ્રકાશ, એક વર્ષ બાદ તેની પ્રથમ બોલિવૂડની ફિલ્મના કારણે ચર્ચામ છે. પ્રિય સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની સ્ટોરીને પડદા પર ઉતારવ જઈ જઈ રહી છે. જોકે, મેકર્સ કહે છે કે ફિલ્મમાં અભિનેત્રી અથવા તેના મૃત્યુ વિશેની સમાનતા એ ફિલ્મનો વિષય નથી.

Image result for sridevi boney kapoor priya

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા લંડનમાં ફિલ્મના કેટલાક ભાગને શૂટિંગ કર્યા પછી પ્રિયા ભારત પરત ફરી હતી. ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત મામ્બુલી છે. રવિવારે સાંજે મુંબઈમાં ફિલ્મ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટીઝરમાં જોવા મળે છે શ્રીદેવી નામની સુપરસ્ટાર એક્ટ્રેસનું મોત બાથટબમાં ડૂબી જવાથી થઇ જાય છે. ફિલ્મમાં પ્રિયા સિવાય અભિનેતા પ્રિયાંશુ ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.