Not Set/ ઉત્તરાખંડ : પીરીયડસ દરમ્યાન મહિલાઓને ઘરની બહાર રહેવા માટે સરકારે બનાવી બિલ્ડીંગ અને…

પહેલાના સમય કરતા આધુનિકરણ આવી ગયું છે તેવી વાતનું આપણે રટણ લગાવતા રહીએ છીએ પરંતુ આજે પણ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જૂની રૂઢિઓને જ ચાલુ રાખવામાં આવી છે. મહિલાઓના પીરીયડસને લઈને આજે પણ લોકોના વિચાર નથી બ્લ્ય અને હેરાન થવાની વાત તો એ છે કે આ વાતને સરકાર પણ સમર્થન આપી રહી છે. […]

Top Stories India Trending
gettyimages 861539641 ઉત્તરાખંડ : પીરીયડસ દરમ્યાન મહિલાઓને ઘરની બહાર રહેવા માટે સરકારે બનાવી બિલ્ડીંગ અને...

પહેલાના સમય કરતા આધુનિકરણ આવી ગયું છે તેવી વાતનું આપણે રટણ લગાવતા રહીએ છીએ પરંતુ આજે પણ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જૂની રૂઢિઓને જ ચાલુ રાખવામાં આવી છે. મહિલાઓના પીરીયડસને લઈને આજે પણ લોકોના વિચાર નથી બ્લ્ય અને હેરાન થવાની વાત તો એ છે કે આ વાતને સરકાર પણ સમર્થન આપી રહી છે. આ પણ પીરીયડસને અપવિત્રતાની નજરે જોવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઉત્તરાખંડમાં આજની તારીખમાં પણ મહિલાઓના પીરીયડસને લઈને માનસિકતા બદલાઈ નથી. ચંપાવત જીલ્લાના ઘણા ગામડામાં પીરીયડસ દરમ્યાન મહિલાઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અહીની છોકરીઓ અને મહિલાઓને પીરીયડસ દરમ્યાન ઘરની બહાર અલગ રહેવું પડે છે અને અત્યારે તો સરકાર પણ આવા વિચારને સાથ આપી રહી છે.

ચંપાવત જીલ્લામાં સરકારી ફંડ દ્વારા એવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે કે જ્યાં પીરીયડસ દરમ્યાન છોકરીઓ અને મહિલાઓ અસ્થાયી રીતે અહી ઘરથી અલગ રહી શકે. ડીએમ દ્વારા જયારે આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ વાત સામે આવી હતી.

ચંપાવત જીલ્લો એ ભારત-નેપાળની બોર્ડર પાસે આવેલું છે. નેપાળમાં ઘણા વર્ષોથી છૌપદી પ્રથા ચાલતી આવે છે. આ પ્રથામાં પીરીયડસ અને ડીલીવરીને અપવિત્ર માનવામાં આવે છે. તે લોકોને આ સમય દરમ્યાન ઘરથી દૂર રાખવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૫માં આ પ્રથાને ગેરકાનૂની કહી હતી તેમ છતાં આજે પણ અહી આ પ્રથાને ચાલુ રાખવામાં આવી છે. ભારતમાં પણ ચંપાવત જીલ્લામાં આવી જ રૂઢિઓએ ઘર કરી લીધું છે.