Election/ જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં ચૂંટણી યોજાઇ શકે છે! ચૂંટણી પંચે શરૂ કરી તાડમાર તૈયારીઓ

રાજ્યમાં ક્યાં ક્યાં મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ઓગસ્ટ સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

Top Stories India
27 જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં ચૂંટણી યોજાઇ શકે છે! ચૂંટણી પંચે શરૂ કરી તાડમાર તૈયારીઓ

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે ચૂંટણી પંચ જોરશોરથી કામ કરી રહ્યું છે. દરમિયાન, એવી વાત પણ સામે આવી રહી છે કે આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચના સૂત્રોએ માહિતી આપી છે કે જમ્મુ-કાશ્મીરની સુધારેલી મતદાર યાદી પણ 31 ઓક્ટોબર સુધીમાં પ્રકાશિત કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં ક્યાં ક્યાં મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે તેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ઓગસ્ટ સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ રાજ્યમાં આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ચૂંટણી કરાવી શકે છે. આ માટે તેમણે તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્ર સરકારે 2019માં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દીધી હતી. ત્યારથી રાજ્યમાં ચૂંટણી થઈ નથી. હવે જો નવેમ્બર કે ડિસેમ્બરમાં ચૂંટણી થશે તો કલમ 370 નાબૂદ થયા બાદ તે પહેલીવાર થશે. આ સાથે રાજ્યમાં ચૂંટાયેલી સરકારનો કાર્યકાળ પણ 5 વર્ષનો રહેશે. અગાઉ વિશેષ જોગવાઈ હેઠળ રાજ્યમાં સરકારનો કાર્યકાળ 6 વર્ષનો હતો.

7 નવી વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચના સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે રાજ્યમાં સીમાંકનની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કુલ 83 વિધાનસભા બેઠકો હતી. જેમાંથી 46 સીટો કાશ્મીરમાં અને 37 સીટો જમ્મુમાં હતી. પરંતુ નવા સીમાંકનના અમલ બાદ હવે રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 47 કાશ્મીરમાં અને 43 જમ્મુમાં છે. આવી સ્થિતિમાં અગાઉની સરખામણીમાં 7 બેઠકો વધારવામાં આવી છે. જેમાં જમ્મુમાં 6 નવી સીટો અને કાશ્મીરમાં 1 સીટ છે. મળતી માહિતી મુજબ કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે. તેમજ પ્રથમ વખત રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટે 9 બેઠકો અને અનુસૂચિત જાતિ માટે 7 બેઠકો અનામત રાખવામાં આવી છે.