Not Set/ ભાજપના આ નેતાએ પીએમ મોદીનું નામ નોબલ શાંતિ એવોર્ડ માટે મોકલ્યું

તામિલનાડુ દુનિયામાં શાંતિ માટે સૌથી પ્રતિષ્ઠિત ગણાતાં નોબલ શાંતિ પુરસ્કાર માટે પીએમ નરેન્દ્ર મોદીનું નામ ભાજપના એક નેતાએ મોકલી આપ્યું છે. તામિલનાડુ ભાજપના અધ્યક્ષ તમિલિસાઇ સૌદરાજને પીએમ મોદીનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે આગળ કર્યું છે અને તેમની તરફેણ કરી છે. તમિલિસાઇએ પીએમ મોદીનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત માટે પણ નોમિનેટ કર્યું હતું. […]

Top Stories
narendra modi ભાજપના આ નેતાએ પીએમ મોદીનું નામ નોબલ શાંતિ એવોર્ડ માટે મોકલ્યું

તામિલનાડુ

દુનિયામાં શાંતિ માટે સૌથી પ્રતિષ્ઠિત ગણાતાં નોબલ શાંતિ પુરસ્કાર માટે પીએમ નરેન્દ્ર મોદીનું નામ ભાજપના એક નેતાએ મોકલી આપ્યું છે. તામિલનાડુ ભાજપના અધ્યક્ષ તમિલિસાઇ સૌદરાજને પીએમ મોદીનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે આગળ કર્યું છે અને તેમની તરફેણ કરી છે.

તમિલિસાઇએ પીએમ મોદીનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત માટે પણ નોમિનેટ કર્યું હતું. આ ઝુંબેશમાં તમિલિસાઇએ દેશના કરોડો લોકોનું પણ સમર્થન માંગ્યું છે.

નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેશનની પ્રક્રિયા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય છે.તમિલિસાઇએ ભારતમાંથી જ નહી પણ વિદેશોમાં વસતા ભારતીયો પાસે પણ નોબેલ પ્રાઇઝ માટે મોદીની તરફેણ કરવા માટે સમર્થન માગ્યું છે.

તમિલિસાઇએ જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બરમાં શાંતિ પુરસ્કાર માટેના નામાંકનની પ્રક્રિયા શરૂ થાય છે. નોબેલ પુરસ્કાર 2019 માટે નોમિનેશન માટેની અંતિમ તા. 31 જાન્યુઆરી 2019 છે. યુનિવર્સિટીના પ્રોફેસર, સાંસદ સભ્યો અને અન્ય લોકો વડા પ્રધાન મોદી માટે તરફેણ કરી શકે છે.

આ વર્ષે કુલ 331 અરજીઓ નોબેલ પ્રાઇઝ માટે મળી છે. જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ પણ સામેલ છે.જે વ્યક્તિઓના નામીની નોબલ પ્રાઇસ માટે ભલામણ કરવામાં આવી છે તેમાં 216 વ્યક્તિગત અને 115 સંસ્થાકિય કેટેગરીમાંથી છે.

સૌથી વધુ અરજીઓ વર્ષ 2016માં આવી હતી. ત્યાર બાદ આ વર્ષે સૌથી વધારે જુદી જુદી કેટેગરીઓની અરજી મળી છે. આગામી મહિને નોબેલ પ્રાઇઝ ઓથોરિટીની મિટિંગ યોજાશે જેમાં મળેલી અરજીની નવી યાદી તૈયાર કરાશે ત્યાર બાદ તેમાંથી પસંદગી કરવામાં આવશે.