mizoram/ 2000 બનાવટી બેન્ક એકાઉન્ટ બનાવીને 150 કરોડનું કૌભાંડ

કૌભાંડ સંગર્ભે પોલીસે 11 આરોપીની ધરપકડ કરી

Top Stories India
Beginners guide to 2024 04 28T180227.859 2000 બનાવટી બેન્ક એકાઉન્ટ બનાવીને 150 કરોડનું કૌભાંડ

Mizoram News : મિઝોરમ પોલીસે 150 કરોડના કથિત કૌભાંડમાં 11 જણાની ધરપકડ કરી છે. તેમની પર આરોપ છે કે તેમણે 2000 જેટલા નકલી બેન્ક એકાઉન્ટ બનાવીને તેમને વાહનોની લોન આપી દીધી હતી.

આ અંગે ડીજીપી  અનિલ શુકલાએ માહિતી આપતા જમાવ્યું હતું કે ઉત્તર પૂંર્વમાં આ સૌથા મોટું ઓટો કૌભાંડ  હોઈ શકે છે. આ કૌભાંડમાં પાંચ ડિલર પણ સામેલ હોવાનું કહેવાય છે.

વધુમાં શુક્લાએ કહ્યું કે આરોપીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસીસ લિમીટેડ નામનું એક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટને આધારે મોટાભાગની વાહન લોન આપવામાં આવી છે. ચાર વર્ષમાં આ કૌભાંડ થયું હતું. પોલીસે ગયા મહિને આ કેસની તપાસ શરૂ કરીને ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ એમએમએફએસએલના સર્કલ હેડ અંકિત બેનરજીની ફરિયાદને આધારે દાખલ કરાયો હતો. લોન આપવાને નામે કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે આરોપીએ 2020માં નકલી એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેને આધારે આખુ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં 27 માર્ચે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપી સમયે સમયે લેવડદેવડ કરતો હતો જેથી કોઈને શંકા ન જાય. જોકે ઓડિટના સમયે મુખ્ય આરોપી આ ફાઈલો ગાયબ કરી દેતો હતો.

પોલીસે આ કૌભાંડમાં 26 બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. જેમાં 2.5 કરોડ રૂપિયા જમા હતા. તે સિવાય 3 કરોડની કિંમતની 15 કાર પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 3 લેપટોપ, 10 મોબાઈલ ફોન, 549 નકલી બેન્ક એકાઉન્ટ, 25 નકલી સીલ અને 30 સિમ કાર્ડ કબજે કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો