ગાંધીનગરઃ ભાજપના રૂપાલાના રાજામહારાજાઓ પરના વિવાદાસ્પદ નિવેદનના પડઘા ક્ષત્રિય સમાજમાં શાંત થવાનું નામ લેતા નથી ત્યારે હવે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ રાજામહારાજાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરીને ક્ષત્રિય સમાજને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો છે.
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જાહેર સભા દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આ જાહેરસભામાં જણાવ્યું હતું કે રાજા મહારાજાઓનું શાસન હતુ તેઓ જે ઇચ્છતા હતા તે કરી શકતા હતા. કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો રાજા મહારાજાઓનું ચાલતુ ત્યારે તેઓ બીજાની જમીન પડાવી લેતા હતા.
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
कांग्रेस के युवराज यह भूल गए की राजा महाराजाओं ने तो देश को अपनी रियासतें देश को अर्पण की थी….
मनमरजी से देश मे लुंट तो कोंग्रेस की सरकार… pic.twitter.com/so1yVDVpd8
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 27, 2024
રાહુલ ગાંધીના નિવેદનના પગલે ભાજપ ગેલમાં આવી ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તે ભૂલી ગયા લાગે છે કે આ જ રાજામહારાજાઓએ તેમના રજવાડા દેશને અર્પણ કર્યા હતા. તેમના સમર્પણના લીધે આજે આ મહાન દેશે આકાર લીધો છે. જ્યારે કોંગ્રેસની સરકારોએ તેમના સમર્પણને ભૂલાવીને દેશને લૂંટવામાં કોઈ કચાશ રાખી નથી. રાજામહારાજાઓએ દેશહિત માટે સત્તાનો ત્યાગ કર્યો છે અને આજે પણ કોંગ્રેસ સત્તા માટે વલખા મારી રહી છે. માછલી જેમ પાણી વગર ટળવળે તેમ સત્તા વગર ટળવળી રહી છે.
ઉલ્લેખનીય છે કે રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે નારાજ છે ત્યારે અહીં તો કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન જ સીધા ક્ષત્રિયો પર પ્રહાર કર્યા છે ત્યારે તેનો હવે કેવો જવાબ આવે છે તે જોવાનું રહેશે. રૂપાલા સામે દેખાવો કરનાર ક્ષત્રિય સમાજ હવે રાહુલ ગાંધીના વલણને લઈને કયા પ્રકારનો અભિગમ અપનાવે છે તેના પર બધાની નજર છે. આ લખાય છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજને લઈને કોઈ નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો:ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું
આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી
આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત