Gujarat/ ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

એટીએસના અધિકારીઓએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાથે મિટિંગ કરી આ ઓપરેશનમાં……..

Top Stories Gujarat Breaking News
Image 28 1 ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

Gujarat News: ગુજરાત એટીએસ(ATS) અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા શુક્રવારે રાત્રિના સમયે અમરેલી, ગાંધીનગર જિલ્લાના પીપળજ તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરીમાં એક જ સમયે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં લિક્વિડ અને ક્રિસ્ટલ ફોર્મમાં રહેલા એમ ડી ડ્રગ્સનો રૂપિયા 230 કરોડનો મસમોટો જથ્થો જપ્ત કરી 2 મુખ્ય આરોપીઓ સહિત 13 લોકોની ધરપકડ કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.

ATS અને NCBને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ વાપીમાં આવેલી એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ આંતર રાજ્યનું હોવાને કારણે હાલ તપાસ એનસીબી(NCB)ની ટીમે ગુજરાત એટીએસને સાથે રાખીને શરૂ કરી છે. આ કેસમાં હજું મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Article Content Image

ગુજરાત ATSના  ડી.વાય.એસ.પી. એસ એલ ચૌધરીને આશરે બે મહિના પહેલા ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો મનોહરલાલ એનાની અને ગાંધીનગરમાં રહેતો કુલદીપસિંઘ દ્વારા મોટા પ્રમાણમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ માહિતીને આધારે ગુજરાત એટીએસના અધિકારીઓની વિવિધ ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ છેલ્લાં દોઢ મહિનાથી ટેક્નિકલ અને હ્યુમન સર્વલન્સ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એટીએસના અધિકારીઓને ગાંધીનગરના પીપળજ, અમરેલી  તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં આવતુ હોવાની માહિતી મળી હતી.

Article Content Image

એટીએસના અધિકારીઓએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાથે મિટિંગ કરી આ ઓપરેશનમાં NCBની ટીમને સાથે રાખી શુક્રવારે ચાર અલગ અલગ ટીમને લોકેશન પર મોકલીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

તો બીજી બાજુ રાજસ્થાનના શિરોહી જિલ્લાના લોઠીવાલા બંડા ગામમાં ચાલતી ફેક્ટરીમાંથી લિક્વિડ એમ ડી અને એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રંગારામ મેઘવાલ, બજરગલાલ બિશ્નોઇ, નરેશ મકવાણા અને કનૈયાલાલ ગોહિલની ધરપકડ કરી હતી.

જ્યારે જોધપુરના ઓશીયા ગામમાં પોલીસને વિવિધ કેમિકલ અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવાની મશીનરી મળી આવી હતી. ત્યાંથી પણ એક વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો હતો. આમ 22 કિલો એમ ડી ડ્રગ્સ અને 124 લિટર લિક્વિડ એમ ડી મળીને કુલ રૂપિયા 230 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા બે મુખ્ય આરોપીઓ સહિત પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી હતી.

Article Content Image



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી

આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત

આ પણ વાંચો:બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે….