સુરત/ બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે….

સુરતના પુણામાં નોયડાના બે યુવાનોને ગોંધી રાખી તેમની પાસે ખંડણી માંગવા મામલે પોલીસ જ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડયા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 04 27T150233.696 બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે....

@દિવ્યેશ પરમાર 

Surat News: ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા બે ઈસમોને તેનું જીતેલુ ઇનામ લેવા જવું ભારે પડ્યું હતું.નોઈડાના બે યુવાનોને તેમનું જીતેલુ ઇનામ લેવા માટે યુવકોને સુરતમાં પુણાના સીતાનગરમાં બોલાવવામાં આવ્યા હતા.જ્યાં તેમને ગેરકાયદે ગોંધી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. અપહૃત બે યુવક પૈકી એકના મસિયાઈ ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતાં પોલીસ શંકમદોને ઊંચકી લાવી હતી, પરંતુ તે પહેલાં જ મુક્ત કરી દેવાયેલા યુવકો લાપતા થઈ જતાં પોલીસ ધંધે લાગી હતી.

સુરતના પુણામાં નોયડાના બે યુવાનોને ગોંધી રાખી તેમની પાસે ખંડણી માંગવા મામલે પોલીસ જ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડયા છે.આ પ્રકરણ ઓનલાઈન ગેમિંગનાં નાણાંને લઈને આખો કાંડ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પુણા વિસ્તારમાં આવ્યા હતા.જ્યાં તેમને ગેરકાયદે ગોંધી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી રહી હતી અને નાણાં નહિ આપે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનો કોલ નોઈડાના અંકિત નામના યુવકને આવ્યો હતો. ફોન આવ્યા બાદ તેમણે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. અપહૃત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું.

અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પુણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જણાવવામાં આવતાં કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પુણા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના ની ગંભીરતા ને લઈ પુણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશનને આધારે પુણાગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ પ્રકરણમાં પોલીસ ચારને ઝડપી પાડયા હતા.પુણા પોલીસ જ્યારે આ ઈસમો ને શોધી રહી હતી ત્યારે તેમને પોલીસ ની ભનક લાગી જતા બનેં ને મુક્ત મારી.દીધા હતા.જેથી આ બને દિલ્લી પહોંચી ગયા હતા.

હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાબતે મૂંઝવણમાં મુકાઈ હતી.જે બાદમા પોલીસ જ ફરિયાદી બની હતી.અને આ પ્રકરણમાં શામેલ ગોડાદરા ચામુંડા રેસીડેન્સીનાં ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવંત કલસરીયા, ઉમેશ વિનુ કાતરીયા, સીતારામ સોસાયટીનાં યોગેશ ઉર્ફે યોગારામ રામજી જીંજાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સીટીનાં વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઇન ગેમમાં રૂપિયા જીતવાનો હતો.

આ બંને યુવકો ઓનલાઈ ગેમમાં ખેલી તરીકે જાણીતા હતા તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા.બંનેનો પરિચય સોશિયલ મિડીયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો. ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા, પરંતુ જે હારજીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહિ કરતાં હોય તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી ત્રણ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમ્યાન પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઇ જતાં બંનેને મુક્ત કરી દીધા હતા. પોલીસે ચારની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન કરી દીધો હોય પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું.પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી તેમની પાસે રહેલા ખંડણી ના ત્રણ લાખ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ભૂલ મેં કરી, તમારો ગુસ્સો PM મોદી પર ના કાઢો…’, પરષોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માગી

આ પણ વાંચો:પ્રાણીઓની કતલ કરતા પહેલા નિયમોનું પાલન ન કરનારને દંડ કરવા અરજી

આ પણ વાંચો:શાળાઓના વેકેશનને પગલે કાંકરીયા સોમવારે પણ ખુલ્લુ રહેશે, શહેરીજનોના આનંદમાં વધારો

આ પણ વાંચો:રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો મૂકાયા ચિંતામાં