America/ વિમાનના શૌચાલયમાં લગાવી દીધા સ્પાય કેમેરા

કિશોરીને ન્યૂડ વિડીયો બનતા મચી ધમાલ

Top Stories World
Beginners guide to 2024 04 27T151200.398 વિમાનના શૌચાલયમાં લગાવી દીધા સ્પાય કેમેરા

World News : અમેરિકાની ફલાઈટમાં એક કિશોરીનો ન્યૂડ વિડીયો બનતા ચકચાર મચી ગઈ છે. કહેવાય છે કે વિમાનના શૌચાલયમાં કેમેરો લગાવાયો હતો. તેને કારણે અન્ય યુવતીઓ અને મહિલાઓના વિડીયો બન્યા હોવાની પણ સંકા છે.

અમેરિકાની એરલાઈન્સની એક એર હોસ્ટેસને વિમનના શૌચાલયમાં 14 વર્ષની એક કિશોરીનો વિડીયો ગુપ્ત રીતે રેકોર્ડ કરવાની કોશિષ કરવામાં આવી હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે  ઉત્તર કૈરોલાઈનામાં ચાર્લોટમાં રહેતા  36 વર્ષીય એસ્ટેસ કોર્ટર થોમ્પ્સન 3 પાસેથી અન્ય ચાર છોકરીઓના વિડીયો પણ મળ્યા છે જેમણે વિમાનના શૌચાલયનો ઉપયોગ કર્યો હતો.

થોમ્પસન ઉપર બાળકોના યૌન શોષણના પ્રયાસના એક કેસમાં અને સગીરાની આપત્તિજનક તસવીર રાખવાના મામલામાં આરોપ લગાવાયો હતો. થોમ્પસનની જાન્યુઆરી 2024ના રોજ દરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર્લોટથી બોસ્ટન જઈ રહેલી ફ્લાઈટમાં 2 સપ્ટેમ્બર 2023ના રોજ મુસાફરી કરતી 14 વર્ષની કિશોરીને શૌચાલય જવું હતું, જોકે તે વખતે શૈચાલયમાં કોઈ હતું. ત્યારબાદ થોમ્પસને તેને ફર્સ્ટ ક્લાસના શૈચાલયમાં જવાની સલાહ આપી હતી. તે પહેલા થોમ્પસને કિશોરીને કહ્યું હતું કે તેને હાથ ધોવા છે અને શૌચાલયની સીટ તુટેલી છે.

અધિકારીના જણાવ્યા મુજબ ત્યારબાદ શૌચાલય ગયો હતો અને તેના બહાર આવ્યા બાદ કિશોરી જ્યારે શૌચાલય ગઈ ત્યારે સીટની ઢાંકણાંની નીચે લાલ સ્ટિકર જોયું હતું. તપાસ અધિકારીએ કહ્યું કે થોમ્પસને વિડીયો રેકોર્ડ કરવા માટે સ્ટિકરની નીચે પોતાનો આઈફોન સંતાડ્યો હતો. કિશોરીએ પોતાના ફોનથી સ્ટીકર અને આઈફોનના ફોટા પાડી લીધા અને શૌચાલયની બહાર આવી ગઈ હતી.

બાળકોના યૌન શોષણમાં દોષી કરાર થતા આરોપીને 15 થી 30 વર્ષની કારાવાસ અને કોઈ સગીરાની આપત્તિજનક તસવીર રાખવાના મામલામાં 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.



આ પણ વાંચો:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત

આ પણ વાંચો:કોણ છે આ ભારતીય વિદ્યાર્થીની? જેની ઈઝરાયેલનો વિરોધ કરવા બદલ અમેરિકામાં કરાઈ ધરપકડ

આ પણ વાંચો:રશિયામાં ‘નગ્ન’ પાર્ટીનું આયોજન કરનાર અભિનેત્રીની મુશ્કેલી વધી, કોર્ટે ફટકાર્યો ‘દંડ’