Not Set/ અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં 11 હજાર લોકો સાથે કર્યા CM રૂપાણીએ યોગ

અમદાવાદ આજે વિશ્વભરમાં યોગ દિવસ ઈજ્વવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી યોગ કરીને વિશ્વયોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે રાજ્ય સરકાર અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં 11,000 લોકોએ યોગ કર્યા હતાં. સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ દિવસ પર કેન્દ્રિય […]

Top Stories Trending
yoga અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં 11 હજાર લોકો સાથે કર્યા CM રૂપાણીએ યોગ

અમદાવાદ

આજે વિશ્વભરમાં યોગ દિવસ ઈજ્વવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી યોગ કરીને વિશ્વયોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં.

yoga 1 અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં 11 હજાર લોકો સાથે કર્યા CM રૂપાણીએ યોગ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે રાજ્ય સરકાર અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં 11,000 લોકોએ યોગ કર્યા હતાં.

yoga 2 અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં 11 હજાર લોકો સાથે કર્યા CM રૂપાણીએ યોગ

સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ દિવસ પર કેન્દ્રિય પ્રધાન પી.પી. ચૌધરી, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી પણ જોડાયા. 4082 સગર્ભાઓ, 8732 દિવ્યાંગો યોગાસનના અભ્યાસમાં સામેલ થયા છે.

yoga 3 અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં 11 હજાર લોકો સાથે કર્યા CM રૂપાણીએ યોગ

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં. સીએમ વિજય રૂપાણી સાથે અમદાવાદના નવા મેયર બીજલ પટેલ યોગના વિવિધ આસનો તેમજ પ્રાણાયમનો અભ્યાસ કરતા જોવા મળ્યા.

અમદાવાદના યોગ કાર્યક્રમાં દિવ્યાંગ લોકો પણ જોડાયા હતાં.  દિવ્યાંગોએ સાયલન્ટ યોગ કર્યા હતાં. ત્યારે દિવ્યાંગો દ્વારા યોગનો વિશ્વ રેકોર્ડ પણ થઇ શકે છે તેવી શક્યતા છે. ગુજરાતનો યોગા દિવસ સવારથી જ ખાસ બનીને રહ્યો છે.