Not Set/ સુરત : આઠ વર્ષના બાળકે કર્યો આપઘાત, બ્રેઈન ટયુમરની બીમારીથી પીડાતો હતો બાળક

સુરત, આજકાલ આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે સુરતમાં માત્ર આઠ વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સુરતના જીઆઈડીસી વિસ્તારમાં આઠ વર્ષા બાળકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ધોરણ-2માં અભ્યાસ કરતા આ બાળકને બ્રેઇન ટ્યુમરની બીમારી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બ્રેઈન ટયુમરની બીમારીથી […]

Gujarat Surat Trending
yoga 4 સુરત : આઠ વર્ષના બાળકે કર્યો આપઘાત, બ્રેઈન ટયુમરની બીમારીથી પીડાતો હતો બાળક

સુરત,

આજકાલ આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે સુરતમાં માત્ર આઠ વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

સુરતના જીઆઈડીસી વિસ્તારમાં આઠ વર્ષા બાળકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ધોરણ-2માં અભ્યાસ કરતા આ બાળકને બ્રેઇન ટ્યુમરની બીમારી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બ્રેઈન ટયુમરની બીમારીથી પીડાતા બાળકે આપઘાત કર્યો હતો. બાળકે નાયલોનની દોરી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ લીઘો હતો.

બાળકની માતા દરવાજા પાસે વાત કરતી હતી અને દીકરાએ અચાનક ગળે ફાંસો ખાઇ લીધો. પોલીસને જાણ કરતા એસ.પી સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

સુરતના સચિન GIDCમાં ઉમંગ રેસિડેન્સીના રૂમ નં. 401માં રહેતા અને આજ વિસ્તારમાં કાપડના ખાતામાં કામ કરતા સંજયભાઈ પટેલના આઠ વર્ષ પુત્ર અક્ષયે બુધવારે બપોરે સાડા બાર વાગ્યે પોતાના ઘરે જ પંખા સાથે નાઇલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

આ માસુમનો મૃતદેહ જોઇને અધિકારીઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારે આ માસુમે ક્યા કારણોસર જીવન ટૂકાવ્યુ? કઇ મજબુરીમાં આવા પગલા લીધા..? જોકે બાળકના આપઘાત પાછળનું કારણ હજી અકબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.