સુરેન્દ્રનગર/ લીંબડીના ભલગામડા ગામમાં આઝાદી પછી પંચાયતની ચૂંટણી લડાઈ જ નથી

4 હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં આગેવાનો સરપંચ, ઉપસરપંચ અને વોર્ડના સભ્યોની પસંદગી કરે છે

Gujarat
Untitled 11 5 લીંબડીના ભલગામડા ગામમાં આઝાદી પછી પંચાયતની ચૂંટણી લડાઈ જ નથી

ભારત દેશમાં વર્ષ-1963માં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી લીંબડી તાલુકાના ભલગામડા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડવામાં આવી નથી. 700થી વધુ ઘરો અને 4,275 લોકોની વસ્તી ધરાવતા ભલગામડા ગામે આવનાર સમયમાં યોજાનારી પંચાયત ચૂંટણીમાં પણ આ પરંપરા જાળવી રાખી છે. 2,100થી વધુ મતદારો ધરાવતા ભલગામડા ગામના આગેવાનો અને વડિલો મળીને ચર્ચા વિચારણા કરી સરપંચ, ઉપસરપંચ અને વોર્ડના સભ્યોની પસંદગી કરે છે.

આવનારા 5 વર્ષ માટે ભલગામડા ગામના સરપંચ તરીકે નિવૃત્ત શિક્ષક સુખદેવસિંહ પથુભા રાણા અને ઉપસરપંચ તરીકે રિટાયર્ડ PI શકિતસિંહ હરૂભા ઝાલાને જવાબદારી સોંપવામાં આવી છે. 8 વોર્ડ માટે 1-1 સભ્યની પણ વરણી કરવામાં આવી છે. હવે ગ્રામજનોએ પસંદ કરેલા સરપંચ અને સભ્યો જ ચૂંટણીના ફોર્મ ભરશે અને બિનહરીફ બોડી જાહેર થશે.

આ પણ વાંચો:નવો વેરિઅન્ટ / અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

લીંબડી તાલુકાના ભલગામડા ગામે આઝાદી પછી ક્યારેય પણ પંચાયતની ચૂંટણી લડવામાં આવી નથી. ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી લડવાના દાવેદાર ભગીરથસિંહ રાણા અને લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા ભલગામડા ગામના છે.
ભલગામડા ગામ તમામ પ્રાથમિક સુવિધાઓ ધરાવતું ગામ છે. કૃષ્ણસિંહ રાણા. તાલુકા પંચાયત પ્રમુખ, લીંબડીભલગામડા ગામ તમામ પ્રાથમિક સુવિધા ધરાવતું ગામ છે. ગામમાં 10 એકરનું સ્પોટર્સ ગ્રાઉન્ડ, 100% પાકા મકાનો છે. 100% શૌચાલય છે. ગામના મોટાભાગના વિસ્તારોમાં 90% સીસી રોડ છે. 90% જેટલી ભૂગર્ભ ગટર લાઈન નાંખી દેવામાં આવી છે. ગામના રસ્તાઓ પેવર બ્લોકથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના ઓનલાઈન દાખલા કાઢી આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે.

આ પણ વાંચો:Bollywood / નોરા ફતેહીએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો નવો અવતાર, ખરાબ નજરથી બચવા માટે કર્યું….