Politics/ કમળને નડયો કોરોનાગ્રહણ , ત્રણ દિગ્ગજો થયા પોઝીટીવ

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચાર માટે ગઇકાલે વડોદરા નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે સીએમ રૂપાણીના ECG, 2D Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. આ સાથે જ તેમનો […]

Gujarat
લગ્ન 11 કમળને નડયો કોરોનાગ્રહણ , ત્રણ દિગ્ગજો થયા પોઝીટીવ

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચાર માટે ગઇકાલે વડોદરા નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે સીએમ રૂપાણીના ECG, 2D Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

આ સાથે જ તેમનો RT-PCR ટેસ્ટના રાત્રે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાના રિપોર્ટ HRCT THORAX, IL-6, D-DIMER અને ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેમની પરિસ્થિતિ STABLE છે.

ત્યારે બીજી તરફ ભાજપ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિનોદ ચાવડા હાલ યુએન મહેતામાં સારવાર માટે દાખલ છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિનોદ ચાવડા હાજર હતા અને બેઠક પૂર્ણ થયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…