Not Set/ ઓરી રૂબેલાની આડઅસર બાદ અમદાવાદ શહેરમાં નબળો પ્રતિસાદ, જાણો કેટલા ટકા થયું રસીકરણ

અમદાવાદ સમગ્ર રાજ્યમાં  ઓરી અને રૂબેલાના રસીકરણને પગલે નવી જ અફવાએ જન્મ લીધો છે. અફવાને પગલે રાજ્ય સરકારના ઓરી.રુબેલા રસીકરણને અમદાવાદ શહેરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ શહેરની ખાનગી શાળાઓમા 20થી25 ટકા રસીકરણ થયુ છૅ.જે માટે આજે AMC ખાતે બેઠક યોજાઈ હતી ઓરી રુબેલા રસીકરણ ઝુંબેસને ખાનગી શાળાઓમા જોઇએ તેવો પ્રતિસાદ ના મળતા અમદાવાદ મહાનગરપાલિકાને […]

Top Stories Ahmedabad Gujarat Trending
dfs 15 ઓરી રૂબેલાની આડઅસર બાદ અમદાવાદ શહેરમાં નબળો પ્રતિસાદ, જાણો કેટલા ટકા થયું રસીકરણ

અમદાવાદ

સમગ્ર રાજ્યમાં  ઓરી અને રૂબેલાના રસીકરણને પગલે નવી જ અફવાએ જન્મ લીધો છે. અફવાને પગલે રાજ્ય સરકારના ઓરી.રુબેલા રસીકરણને અમદાવાદ શહેરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ શહેરની ખાનગી શાળાઓમા 20થી25 ટકા રસીકરણ થયુ છૅ.જે માટે આજે AMC ખાતે બેઠક યોજાઈ હતી

ઓરી રુબેલા રસીકરણ ઝુંબેસને ખાનગી શાળાઓમા જોઇએ તેવો પ્રતિસાદ ના મળતા અમદાવાદ મહાનગરપાલિકાને આ અંગે ખાનગી શાળાઓના આચાર્ય, શીક્ષકો સાથે મેટિંગનું આયોજન કર્યુ હતુ.

આ મીટીંમાં તેઓને વાલીઓને આ રસીના ફાયદો જાણવી રસીકરણ માટે માતા-પિતાને પ્રોત્સાહન આપવા સૂચના આપવામાં આવી. મીટીંગમા ઉપસ્થિતિ શાળાના આચાર્ચ-શીક્ષકોને રસીકરણનો ગ્રાફ વધારવા માટે  સુચના આપવામાં આવી છે.

સાથે જ કેટલીક શાળાના પ્રિન્સિપાલ-શીક્ષકોએ સ્વીકાર્યુ કે રસીકરણને કારણે આડઅસરન સમાચાર આવતા કેટલાક વાલીઓ આ રસીકરણ કરવા માંગતા નથી જેને કારણે રસીકરણનો ટારગેટ પૂર્ણ થયો નથી .તંત્રનુ કહેવુ હતુ કે, આ મીટીંગને કારણે વલીઓમા જગૃતિ આવશે અને રસીકરણ ગ્રાફ વધશે.

સરકારે રસીકરણનો કાર્યક્મ તો કર્યો પરંતુ તેને કારણે કેટલાક કેસમા આડ અસર થતા વાલીઓમા ગભરાટ જોવા મળી રહ્યો છે. સરકાર આ રસીને સેફ ગણાવી રહી છે પરંતુ જે કેટલાક કીસ્સા ધ્યાન પર  આવ્યા છે. તેને લઇ કેટલાક માતા-પિતા આ અંગે જોખમ લેવા માંગતા નથી ત્યારે આગામી દિવસમા આ રસીકરણ ગાર્ફ ઉંચો જશે કે નહી તે જોવુ રહ્યુ.