Murder/ સામાન્ય બોલાચાલીમાં યુવકોએ છરીના ઘા ઝીંકી અબળાને ઉતારી મોતને ઘાટ

રણછોડ કુકન (54) વિધવા માતા ગૌરીબેન સાથે રહે છે અને સહારા દરવાજા પાસે રાણી ટાવરની પાછળ દૈનિક વેતન મજૂરી કામ કરે છે. ગૌરીબેને થોડા દિવસો પહેલા તે વિસ્તારમાં રહેતા મચ્છર ઉર્ફે તરુણ સાથે ઝઘડો કર્યો હતો. ગૌરીબેન આ વિશે મચ્છર સમજાવવા ગયા હતા.

Gujarat Surat
a 158 સામાન્ય બોલાચાલીમાં યુવકોએ છરીના ઘા ઝીંકી અબળાને ઉતારી મોતને ઘાટ

સુરતમાં સોમવારે એક સામાન્ય બોલાચાલીમાં છ લોકોએ મળીને એક મહિલાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સહારા દરવાજા વિસ્તારની છે. માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રણછોડ કુકન (54) વિધવા માતા ગૌરીબેન સાથે રહે છે અને સહારા દરવાજા પાસે રાણી ટાવરની પાછળ દૈનિક વેતન મજૂરી કામ કરે છે. ગૌરીબેને થોડા દિવસો પહેલા તે વિસ્તારમાં રહેતા મચ્છર ઉર્ફે તરુણ સાથે ઝઘડો કર્યો હતો. ગૌરીબેન આ વિશે મચ્છર સમજાવવા ગયા હતા.

મચ્છર અને ગૌરીબેનની દલીલ ચાલી રહી હતી ત્યારે ગુસ્સે થયેલા મચ્છરે તેના મિત્રો યોગેશ, દલુ, ચિમ્પાજી, નરેશ અને ઉમેશે મળીને ગૌરીબેન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીએ ગૌરીબેનને પેટ, ગળા અને મોંઢા પર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

મોડી રાત સુધી માતા પરત ન આવી ત્યારે પુત્ર તપાસ કરવા નીકળ્યો હતો. દરમિયાન ગૌરીબેનનો મૃતદેહ એક સાંકડી શેરીમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે છ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ ફરાર છે. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો