Election Result/ ભાજપના આ 10 ઉમેદવારો 1 લાખથી વધુ વોટથી જીત્યા,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે

Top Stories Gujarat
8 ભાજપના આ 10 ઉમેદવારો 1 લાખથી વધુ વોટથી જીત્યા,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે,ભાજપે તેમના પસંદગીના ઉમેદવારો પર પૂરો વિશ્વાસ રાખ્યો હતો અને તેના પર ઉમેદવારો ખરા પણ ઉતાર્યા હતા. ભાજપના એવા દસ ઉમેદવાર છે તેમણે 1 લાખથી વધુ મતોના માર્જિનથી જીતી હતી. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો,ભાજપે 156 બેઠક પર જીત હાંસિલ કરી હતી.

ભાજપના 10 ઉમેદવારો 1 લાખથી પણ વધુ વોટથી જીત્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ-૧,૯૨,૨૬૩ લીડ
ચોર્યાસી- સંદિપ દેસાઈ-૧,૮૧,૮૪૬ લીડ
મજુરા- હર્ષ સંઘવી-૧,૧૬,૬૭૫ લીડ
ઓલપાડ- મુકેશ પટેલ-૧,૧૫,૧૩૬ લીડ
રાજકોટ પશ્ચિમ-ડૉ. દર્શિતા શાહ- ૧,૦૫,૯૭૫ લીડ
કાલોલ- ફતેસિંહ ચૌહાણ- ૧,૦૫.૪૧૦ લીડ
એલિસબ્રીજ- અમિત શાહ-૧,૦૪,૪૯૬ લીડ
સુરત પુર્વ- પૂર્ણેશ મોદી- ૧,૦૪,૩૧૨ લીડ
વલસાડ- ભરત પટેલ- ૧,૦૩,૭૭૬ લીડ
માંજલપુર- યોગેશ પટેલ- ૧,૦૦,૭૫૪ લીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે 156 બેઠકો સાથે સૌથી મોટી જીત મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. ગુજરાતમાં મોદીનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે અને ભાજપને બમ્પર જીત મળી છે. મોદી મેજીકે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે.