Bomb Threat/ અમદાવાદમાં સ્કૂલોને બોમ્બની ધમકીમાં હવે પાકિસ્તાનનું નામ ખૂલ્યું

દિલ્હી અને ગુજરાતમાં સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી આપનાર ઇ-મેઇલ મળ્યા બાદ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં ખાસ કરીને અમદાવાદમાં 28થી વધુ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ પહેલાં પોલીસે કહ્યું હતું કે, આ ઇ-મેઇલ રશિયન ડોમેનથી થયા છે અને હવે આ ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 34 2 અમદાવાદમાં સ્કૂલોને બોમ્બની ધમકીમાં હવે પાકિસ્તાનનું નામ ખૂલ્યું

નવી દિલ્હીઃ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ એજન્સીની મદદ લેવામાં આવશે

દિલ્હી અને ગુજરાતમાં સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી આપનાર ઇ-મેઇલ મળ્યા બાદ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં ખાસ કરીને અમદાવાદમાં 28થી વધુ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ પહેલાં પોલીસે કહ્યું હતું કે, આ ઇ-મેઇલ રશિયન ડોમેનથી થયા છે અને હવે આ ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે. એક અઠવાડિયામાં આ કેસની તપાસ રશિયાથી પાકિસ્તાન થઈ હોવાની વિગતો સામે આવી છે. હવે આ કેસમાં વધુ મદદ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ લેવામાં આવે તેવી પણ વિગતો સામે આવી રહી છે.

અગાઉ પોલીસે રશિયન ડોમેનથી ઇ-મેઇલ થયા હોવાનું કહ્યું હતું

ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીના એક દિવસ પહેલાં ધમકીભર્યા ઇ-મેઇલ અમદાવાદ શહેરની અલગ-અલગ સ્કૂલમાં આવ્યા હતા અને તેની સાથે આ ઇ-મેઇલની સંખ્યા 28થી વધુ થઈ ગઈ હતી. એટલે કે, 28થી વધુ સ્કૂલોમાં ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા અને તેમાં ધમકીભર્યો મેઇલ વિદેશમાંથી થયો હોવાનું ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, રશિયન ડોમેનથી ઇ-મેઇલ થયા હતા. બોમ્બ સ્ક્વોર્ડની ટીમે સ્કૂલોમાં આખો દિવસ ચેકિંગ કર્યું હતું.

ISIનો હાથ હોવાનું નકારતી ક્રાઈમ બ્રાન્ચ

બીજી તરફ હવે ઇ-મેઇલની તપાસ કરતાં કરતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. એટલે હવે આ ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી છે. આમાં ISIનો હાથ નથી તેવું પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી છે. પરંતુ બે ઇ-મેઇલ એટલે કે, દિલ્હી અને ગુજરાતના ઇ-મેઇલ એક જ ડોમેનથી થયા હતા તેવું જો સાચું માનવામાં આવે તો દિલ્હી અને ગુજરાતના બંને ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું હાલ તપાસ એજન્સીનો દાવો છે. તપાસ એજન્સી દ્વારા જો પાકિસ્તાન કનેક્શનની વધુ તપાસ કરવાની જરૂર જણાશે તો કેન્દ્રીય એજન્સીની મદદ લેવામાં આવશે અને આ વિશે વધુ ડિટેઇલ સામે આવશે. ધમકીભર્યા ઇ-મેઇલ મળતાં જ સ્કૂલોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી હતી

અમદાવાદ અને દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ રશિયન ડોમેનમાંથી થયા હતા, માત્ર ઇ-મેઈલ આઈડી અલગ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું હતું. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 28થી વધુ સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતાં તંત્ર કામે લાગી ગયું હતું. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી હતી, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા હતા. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યે એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોને મળેલા ઇ-મેઈલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ જેવું જ હતું. સ્કૂલોમાં આવેલાં દરેક વાહનોમાં બોમ્બ સ્ક્વોર્ડની ટીમે સઘન ચેકિંગ કર્યું હતું

​​​​સ્કૂલોને મળેલા ઇ-મેઇલનું લખાણ….

આ ઇ-મેઈલ તૌહીદ વોરીઓરના નામથી કરવામાં આવ્યો હતો, સવારે 7 વાગ્યા પછી એક પછી એક સ્કૂલને મેસેજ મળવા લાગ્યા હતા. બોમ્બની ધમકીભર્યા ઇ-મેઈલના લખાણ મુજબ…. ઇસ્તીશાદી આખા શહેરમાં ફેલાઈ ગઈ છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ પ્રતિકાર કરનારા તમામ લોકોને મારી નાખશે. અમારું ધ્યેય ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારા શરણે થાવ અથવા અમારા દ્વેષથી મરી જાઓ. અમે તમારા જીવનને લોહિયાળ નદીઓમાં ફેરવી નાખીશું. અમદાવાદની કઈ કઈ સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો.

સ્કૂલનું નામ   

ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2

એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1

અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન- 1

કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા ઝોન- 1

ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા

ડી.પી.એસ, બોપલ

આનંદ નિકેતન, સેટેલાઇટ

ઉદગમ સ્કૂલ

ઝેબર સ્કૂલ

આર્મી કેન્ટોન્મેન્ટ (કેન્દ્રીય વિદ્યાલય), એરપોર્ટ રોડ

નારાયણગુરુ

એચબીકે સ્કૂલ

ટર્ફ સ્કૂલ, નારણપુરા

કુમકુમ વિદ્યાલય, ઘોડાસર

કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી

ગ્રીનલોન્સ સ્કૂલ, વટવા

ગ્લોબલ ઈન્ટરનેશનલ, બોપલ

LDR ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ

ત્રિપદા સ્કૂલ, ઘાટલોડિયા

જેમ્સ જિનેનીસ સ્કૂલ,ગોતા

સાબરમતી કન્યા વિદ્યાલય, સાબરમતી

સ્વામિનારાયણ વિદ્યાલય, મણિનગર

વિદ્યાનગર પ્રાથમિક સ્કૂલ, બાપુનગર

ડોગ-સ્ક્વોર્ડ અને બોમ્બ-સ્ક્વોર્ડથી તપાસમાં કંઈ મળ્યું નહોતું

ઘટના સમયે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલોને અજાણ્યા ઇ-મેઈલ પરથી ધમકી મળી હતી. એ બાદ સ્કૂલ દ્વારા DEO કચેરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોર્ડ સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યા નથી. બોમ્બ હોવાની વાત અફવા હોવાનું લાગી રહ્યું છે.

ચેકિંગમાં કોઈપણ પ્રકારની વસ્તુ મળી નથી

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે​​​​​​ જણાવ્યું હતું કે, 6 મેના રોજ સવારે 6 વાગ્યે 12 જેટલી અમદાવાદ શહેરમાં અને 4 જેટલી અમદાવાદ ગ્રામ્ય સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે, સ્કૂલમાં બોમ્બધડાકો થશે. 14 સ્કૂલમાં ડોગ સ્ક્વોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડ મારફતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વસ્તુ મળી નથી. અગાઉ પણ દિલ્હીમાં આ જ પ્રકારનો મેઈલ મળ્યો હતો, તેમાં પણ કંઈ નીકળેલ નથી. નાગરિકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોને ડરવાની જરૂર નથી. તમને કોઈપણ શંકાસ્પદ લાગે તો આપ અમને જાણ કરી શકો છો. સ્કૂોલમાં સિક્યોરિટીને પણ ખડેપગે રહેવા સૂચના અપાઈ હતી

​​​10 દિવસ પહેલાં દિલ્હીમાં પણ ધમકી મળી હતી

10 દિવસ પહેલાં દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એ જ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….