Not Set/ સેલ્ફીએ લીધો એક જ પરિવારનાં ચાર સભ્યોનો જીવ, મોત બની સસ્તી

સેલ્ફીનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જ જઇ રહ્યો છે. ત્યારે અવાર-નવાર સેલ્ફી લેતા કોઇને કોઇ દુર્ઘટના થયા હોવાનુ સામે આવતુ રહે છે, પરંતુ સેલ્ફી લેવાનો ક્રેઝમાં ઘટાડો નથી આવી રહ્યો. તાજેતરમાં એક પરિવારનાં ચાર સભ્યો સેલ્ફીનાં ચક્કરમાં પોતાના જીવને ગુમાવી બેઠા હતા. ઘટના તમિલનાડુનાં કૃષ્ણાગિરિ જિલ્લાનાં મરમપટ્ટી વિસ્તારમાં પાંબારુ ડેમની છે. સેલ્ફી લેવાનાં ચક્કરમાં આ […]

Top Stories India
selfie death 1 સેલ્ફીએ લીધો એક જ પરિવારનાં ચાર સભ્યોનો જીવ, મોત બની સસ્તી

સેલ્ફીનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જ જઇ રહ્યો છે. ત્યારે અવાર-નવાર સેલ્ફી લેતા કોઇને કોઇ દુર્ઘટના થયા હોવાનુ સામે આવતુ રહે છે, પરંતુ સેલ્ફી લેવાનો ક્રેઝમાં ઘટાડો નથી આવી રહ્યો. તાજેતરમાં એક પરિવારનાં ચાર સભ્યો સેલ્ફીનાં ચક્કરમાં પોતાના જીવને ગુમાવી બેઠા હતા. ઘટના તમિલનાડુનાં કૃષ્ણાગિરિ જિલ્લાનાં મરમપટ્ટી વિસ્તારમાં પાંબારુ ડેમની છે.

Image result for pambaru dam selfie

સેલ્ફી લેવાનાં ચક્કરમાં આ પરિવાર સાવચેતી રાખવાનુ ભૂલી ગયુ અને તેના કારણે ડેમમાં પડી જતા તેમનુ મોત નિપજ્યુ હતુ. પોલીસ દ્વારા આ માહિતી આપવામા આવી હતી. આપને જણાવી દઇએ કે, આ ચાર વ્યક્તિઓમાં ત્રણ મહિલાઓ હતી. પોલીસે જણાવ્યું હતું કે નવ-વિવાહિત દંપતી પ્રભુ અને નિવેદિતા અને તેમના સંબંધીઓ – કાનિતા, સ્નેહા, ઉવરાની અને સંતોષ શનિવારે સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે પ્રભુ સિવાય પાંચ લોકો પાણીમાં પડી ગયા હતા.

Image result for pambaru dam selfie

પોલીસે વધુમાં જણાવ્યુ કે પ્રભુ કે જે ફોટો લઇ રહ્યો હતો અને તેણે ઉવરાનીને બચાવી લીધી હતી, જ્યારે અન્ય લોકો પાણીનાં પ્રવાહમાં આગળ નીકળી ગયા હતા. પોલીસે જણાવ્યું કે તેમના મૃતદેહો બાદમાં મળી આવ્યા હતા અને તેઓને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Image result for pambaru dam selfie

ઉલ્લેખનીય છે કે, આજે દેશ, દુનિયામાં એક સારી સેલ્ફી લેવાનાં ચક્કરમાં ઘણા લોકો પોતાના જીવને ગુમાવી બેસે છે. મોતને આજે લોકોએ એટલી સસ્તી બનાવી દીધી છે, જે આપણી સમક્ષ આવી દુર્ઘટના દ્વારા સામે આવે છે. જો કે આવી ઘટનાઓ પ્રકાશમાં આવવા છતા લોકોમાં જાગૃતતા આવી શકી નથી. જો કે જીવનનું મૂલ્ય તે વ્યક્તિ જરૂર સમજી ગઇ હશે કે જે આવી દુર્ઘટનામાં બચી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.