Not Set/ હાર કે સાઇટ ઇફેક્ટ : યુપીના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે રાજીનામુ આપ્યું

દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પછી પક્ષના ઘણાં સીનીયર નેતાઓ રાજીનામા આપવાની ઓફર કરી રહ્યાં છે.ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશજનક પ્રદર્શનને જોતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગંધીને તેમનું રાજીનામું મોકલી દીધું છે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ બક્ષીએ શુક્રવારે  જણાવ્યું કે રાજ બબ્બરએ રાહુલ ગાંધીને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. બક્ષીએ […]

Top Stories India
yfkzs 6 હાર કે સાઇટ ઇફેક્ટ : યુપીના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે રાજીનામુ આપ્યું

દિલ્હી,

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પછી પક્ષના ઘણાં સીનીયર નેતાઓ રાજીનામા આપવાની ઓફર કરી રહ્યાં છે.ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશજનક પ્રદર્શનને જોતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગંધીને તેમનું રાજીનામું મોકલી દીધું છે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ બક્ષીએ શુક્રવારે  જણાવ્યું કે રાજ બબ્બરએ રાહુલ ગાંધીને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. બક્ષીએ કહ્યું કે રાજ બબ્બરએ લોકસભાની ચૂંટણીઓમાં પક્ષના નબળા પ્રદર્શનની જવાબદારી લઇને  રાજીનામું આપ્યું છે.

આ અગાઉ રાજ બબ્બરે ટ્વીટ કર્યું હતું, કે “યુપી કોંગ્રેસના પરિણામ નિરાશાજનક છે.મેં મારી જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી  તે માટે હું દોષિત છું. જાહેર જનતાના વિશ્વાસને પ્રાપ્ત કરવા માટે વિજેતાઓને અભિનંદન.

“નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની બેઠકોમાંથી કૉંગ્રેસે માત્ર એક જ રાયબરેલી બેઠક જીતી હતી, જેના પરથી સોનિયા ગાંધીએ ચૂંટણી લડી હતી. ફતેહપુર સિક્રીમાંથી રાજ બબ્બર ચૂંટણી હાર્યા હતા.

મહત્વની વાત એ પણ હતી કે યુપીના અમેઠીમાંથી પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી પણ ચૂંટણી હાર્યા હતા.