Covid-19/ WHOએ કોરોના મહામારી મામલે કર્યો ઘટસ્ફોટ!

વિશ્વમાં હાલ કોરોનાના સ્થિતિ થોડી ભયાનક છે, સૌથી વધારે પ્રભાવિત કોરોનાથી ચીન છે, કોરોનાના લીધે ચીનમાં 40 ટકાથી વધુ પ્રજા પ્રભાવિત થઇ છે.

Top Stories World
WHO

WHO : વિશ્વમાં હાલ કોરોનાના સ્થિતિ થોડી ભયાનક છે, સૌથી વધારે પ્રભાવિત કોરોનાથી ચીન છે, કોરોનાના લીધે ચીનમાં 40 ટકાથી વધુ પ્રજા પ્રભાવિત થઇ છે. આવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના મહાનિર્દેશક ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કોરોના સંબધિત આશા વ્યકત કરી છે.  કોવિડ -19 2023 માં સમાપ્ત થઈ જશે. ટેડ્રોસે પત્રકાર પરિષદમાં કહ્યું, ‘કોવિડ-19 નિઃશંકપણે હજુ પણ ચર્ચાનો મુખ્ય વિષય છે, પરંતુ હું માનું છું અને આશા રાખું છું કે યોગ્ય પ્રયાસોથી આ જાહેર આરોગ્ય કટોકટી આ વર્ષે સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.

WHO ના વડાએ વધુમાં કહ્યું કે ક્લિનિકલ કેર, રસીઓ અને સારવારમાં સુધારાને કારણે વિશ્વ હવે થોડા વર્ષો પહેલાની સરખામણીમાં ‘ઘણી સારી સ્થિતિમાં’ છે. તેમણે કહ્યું કે ‘પરીક્ષણ, સારવાર અને રસીકરણની ઍક્સેસ’માં હજુ પણ મોટી અસમાનતાઓ છે અને આખરે કોરોના માનવ સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને મોટા પાયે સમાજ માટે ‘ખતરનાક વાયરસ’ બનીને રહે છે. ઉલ્લેખનીય છે  કે ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લેટિન અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ચીનમાં પણ શાંઘાઈ અને બેઈજિંગ સહિત ઘણા શહેરોમાં કોરોના સંપૂર્ણ રીતે ફેલાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં કોરોના વાયરસના લાખો નવા કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણા દેશોએ ચીનના પ્રવાસીઓ પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે.

કોવિડ-19 કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભારત સહિત વિવિધ દેશો દ્વારા ચીનના પ્રવાસીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી નારાજ ચીને મંગળવારે કહ્યું કે આ પ્રતિબંધો ભેદભાવપૂર્ણ છે. સાથે જ તેણે વળતી કાર્યવાહીની ચેતવણી આપી હતી.યુ.એસ., ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ઇઝરાયેલ, મલેશિયા, મોરોક્કો, કતાર, દક્ષિણ કોરિયા, તાઇવાન, જાપાન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ ચીની મુસાફરોને તેમની ફ્લાઇટ્સમાં સવાર થતાં પહેલાં તેમના કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ બતાવવાની સૂચના આપી છે. જ્યારે મોટી સંખ્યામાં ચાઈનીઝ પ્રવાસીઓને આકર્ષતા મોરોક્કોએ પણ દેશમાં ચાઈનીઝ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

Asia Cup 2023/એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, જય શાહે કરી જાહેરાત