Not Set/ સિધ્ધુ પર વરસ્યા સંબિત પાત્રા, કહ્યું “ ઇટાલીયન રંગ પે ન ઇતના ગુમાન કર”

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને પોતાનાં અનોખા શાયરાના અંદાજમાં વિરોધીઓની ઝાટકણી કાઢવામાં માહીર એવા પંજાબ સરકારનાં રાજ્ય કક્ષાનાં આખાબોલા મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ PM મોદી પર “કાળા અંગ્રેજ” કહી વાર કરતા રાજકારણ ગરમાયું છે. સિધ્ધુનાં વાર પર બોલવામાં તેજતરાર નેતાની છાપ ધરાવતા ભાજપના નેતા સંબિત પાત્રાએ ઉલટ વાર કરતા સિધ્ધુને શીખ આપી દીધી છે. સંબિતે સિધ્ધુને “ઈટાલિયન […]

Top Stories India
SIDHU AND SAMIT PATRA 1 સિધ્ધુ પર વરસ્યા સંબિત પાત્રા, કહ્યું “ ઇટાલીયન રંગ પે ન ઇતના ગુમાન કર”

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને પોતાનાં અનોખા શાયરાના અંદાજમાં વિરોધીઓની ઝાટકણી કાઢવામાં માહીર એવા પંજાબ સરકારનાં રાજ્ય કક્ષાનાં આખાબોલા મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ PM મોદી પર “કાળા અંગ્રેજ” કહી વાર કરતા રાજકારણ ગરમાયું છે. સિધ્ધુનાં વાર પર બોલવામાં તેજતરાર નેતાની છાપ ધરાવતા ભાજપના નેતા સંબિત પાત્રાએ ઉલટ વાર કરતા સિધ્ધુને શીખ આપી દીધી છે. સંબિતે સિધ્ધુને “ઈટાલિયન રંગ પર ગુમાન ન કરે” તેવી શીખ સિધ્ધુનાં જ શાયરાના અંદાજમાં આપી હતી. હિન્દી ફિલ્મનાં સુપ્રસિધ્ધ ગીત “ગોરે રંગ પે ઇતના ન ગુમાન કર, ગોરા રંગ દો દિન મેં ઢલજાયેગા”ની તર્જ પર સંબિત પાત્રાએ ઇટાલીયન રંગ લેપ્યો હતો અને “ઈટાલિયન રંગ પે ન ગુમાન કર, 23’મે કો ઉતર જાયેગા”નો ટોણો મારી ઉલટવાર કર્યો છે.

Sambit Patra Navjot Singh Sidhu2 સિધ્ધુ પર વરસ્યા સંબિત પાત્રા, કહ્યું “ ઇટાલીયન રંગ પે ન ઇતના ગુમાન કર”

સંબિત પાત્રાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે સિધ્ધુએ જે ભાષાનો પ્રયોગ દેશનાં અને 130 કરોડ લોકોનું પ્રતિનિધીત્વ કરતા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કર્યો છે તેને બોલવામાં પણ જાહેરક્ષેત્રનાં વ્યક્તિને શરમ આવે. મોદીજી કાળા છે તો શું થયું દિલવાળા છે, મોદીજી કાળા છે તો શું થયું ગરીબોના રખવાળા છે.’ અને મોદીજીને કાળા અંગ્રેજ કહેવું અને સોનિયાજીને હિન્દુસ્તાની કહેવું, તે તો ક્યાંનો ન્યાન છે.  PMને કાળા કહી સિધ્ધુએ સમગ્ર ભારતનું અપમાન કર્યું છે.

modi n sonia સિધ્ધુ પર વરસ્યા સંબિત પાત્રા, કહ્યું “ ઇટાલીયન રંગ પે ન ઇતના ગુમાન કર”

ગાંધી પરિવારનું નામ લીધા વગર જ સંબિત પાત્રા ગાંધી પરિવાર પર વરસી પડ્યા હોય તેમ વધુંમાં જણાવ્યું હતું કે એક પરિવાર ઠીક છે, કેમ કે તે યુરોપથી આવ્યો છે માટો ગોરા અંગ્રેજ છે અને બાકી બધા મૂળ ભારતીય હોવાથી કાળા અંગ્રેજ છે. કોંગ્રેસને ને પરિવારને તો એન્ડરસન, ક્વોત્રોચી અને ક્રિશ્ચયન મિશેલનો જ રંગ પસંદ છે.