Not Set/ Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, આતંકી વિરોઘી સખ્ત કાર્યવાહી, ભારતની આંતર રાષ્ટ્રીય કુટનૈતિક સફળતા, મુસ્લિમ દેશોનાં સમુહમાં ભારતની વધતી શાખ, મસૂદ મામલે ભારતનો અંતે વિજય, સિઝફાયરીંગનાં ઉલ્લંધન પર ભારતનાં વળતા આક્રમક પ્રહારો દ્રારા LoC પર અનેક પાકિસ્તાની ચોકી નષ્ટ્ર કરી દર્શાવાતો આક્રમક મિજાજ અને ટુંકમાં કહીએ તો હવે નહીં ચાલેની ભારતે આપનાવેલી નીતિથી પાકિસ્તાન કુણ પડ્યું […]

Top Stories India World
PAK MAIN Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, આતંકી વિરોઘી સખ્ત કાર્યવાહી, ભારતની આંતર રાષ્ટ્રીય કુટનૈતિક સફળતા, મુસ્લિમ દેશોનાં સમુહમાં ભારતની વધતી શાખ, મસૂદ મામલે ભારતનો અંતે વિજય, સિઝફાયરીંગનાં ઉલ્લંધન પર ભારતનાં વળતા આક્રમક પ્રહારો દ્રારા LoC પર અનેક પાકિસ્તાની ચોકી નષ્ટ્ર કરી દર્શાવાતો આક્રમક મિજાજ અને ટુંકમાં કહીએ તો હવે નહીં ચાલેની ભારતે આપનાવેલી નીતિથી પાકિસ્તાન કુણ પડ્યું હોવાનાં સંકેતો આપી રહ્યું છે.

Terroristsfilephoto 836143343 6 Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

આતંકી લોન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે.

સાપ્રંત પરિસ્થિતિને જોતા હાલ ભારતીય સેના દ્રારા  આપવામાં આવેલા “હવે બસ”નાં સ્પષ્ટ સંકેતોને કારણે પાકિસ્તાન બોર્ડર પર તણાવ ઘટાડવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. ભારત સરકારનાં સૂત્રો તરફથી પોતાનાં મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની સેના LoC પરથી પોતાનાં સ્પેશિયલ સર્વિસ ગ્રુપને હટાવવા માટે તૈયાર થઇ ગઇ છે. પાકિસ્તાની સેનાએ LoCની નજીક સ્થિત તમામ આતંકી લોન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે.

pak loc2 Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓની ખાસ કરીને સેનાનાં DGMOઓ વચ્ચે આમતો નિયમીત રીતે વાતચીત થતી રહે છે. પરંતુ વધી રહેલા આતંકી હુમલા અને ભારતમાં શાંતિ ભંગ કરવાનાં કરવામાં આવતા આંતકી હુમલા પછી ભારતે સ્પષ્ટતા કરી દીધી હતી કે આતંકીવાદ અને શાંતી મંત્રણા સાથે થઇ શકશે નહીં. પહેલા આતંકવાદી પ્રવૃતીને બંધ કરો પછી જ વાત કરવામાં આવશે.

pakistan day parade underway in islamabad 1553324627 8036 Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

પાકિસ્તના અપનાવી રહ્યું છે કૂણું વલણ

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચારેતરફનાં દબાણને નાછુટ કે વસ થઇ પાકિસ્તાની સેનાએ LoCની નજીક આવેલા તમામ આતંકી લોન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન બરોબરનું ભાપી ગયું છે કે હવે ભારત દરેક હરકતનો જડબાતોડ જવાબ આપશે. ભારતની પ્રિ-મોનસૂન કમાગીરીનાં ભાગ રૂપે સેના પોતાના બંકરોનું મેઇન્ટેનન્સ કરે છે. પાછલી દરેક વખતે પાકિસ્તાન  દ્રારા તેમા રોડા નાખવાની ભરપૂર કોશિશો કરવામાં આવતી હતી, તો આ વખતે તે પાકિસ્તાન બિલકુલ ચૂપ રહ્યું છે. તો સાથે સાથે ભારતીય સેના દ્રારા નષ્ટ કરવામાં આવેલી પાકિસ્તાનની ચેકપોસ્ટને ફરીથી તૈયાર કરવાનો મોકો પણ ભારતે ન આપતા પાકને હવે બરોબરનો ડર બેસી ગયો છે.

PAN KUT Exclusive : શું પાકિસ્તાન સુધરી ગયું? LoC પરથી SSGને હટાવવા બતાવી તૈયારી

પાક પર વધી રહેલું ડિપ્લોમેટિક પ્રેશર

ભારતનાં કુટનૈતિક પગલાને લઇને પાક પર ડિપ્લોમેટિક પ્રેશર પણ વધી રહ્યું છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુરોપીયન દેશોની સાથે સાથે મુસ્લિમ રાષ્ટ્ર સમુહ તેમજ પાકનાં નજીકનાં મિત્ર ગણાતા ચીને પણ પાકિસ્તાનને સાનમાં સમજી જવાની સલાહ આપી હતી. તમામ બાબતોને ધ્યાનમાં રાખી પાક દ્રારા પુલવામા હુમલા બાદ ભારત દ્રારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી પાકની સ્પેશિયલ યુનિટ ને LoC પર તહેનાત કરવામાં આવી હતી. તે SSGને પણ પાકિસ્તાન સરહદ પરથી હટાવવા તૈયાર થઇ ગયું છે. અને સાથે સાથે પોતાનાં તોપખાનાનાં ઉપયોગ ઉપર પણ પ્રતિબંધની વાત કરી રહ્યું છે.

ભારત સાથે યુદ્ર, પાકિસ્તાન માટેમુશ્કીલ હી નહીં નામુમકીન”

આમ પણ આર્થિક પાયમાલ પાકિસ્તાન FTAFનાં ગ્રે-લિસ્ટમાં છે અને બ્લેક લિસ્ટમાં મુકાવાનું જોખમ માથા પર તોળાઇ રહ્યું છે. ત્યારે પોતાની કંગાળ અર્થવ્યવસ્થાનાં ઉકેલ માટે IMFમાંથી દેવું મળવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સાથે બાથ ભીડવી પાકિસ્તાન માટે મુશ્કીલ હી નહીં ના મુમકીન છે.