Loksabha Election 2024/ પીએમ મોદીએ રાણીપમાં કર્યુ મતદાન અને સાથે કર્યો રોડ શો

જરાતની 25 લોકસભા બેઠકો માટે વડાપ્રધાન મોદીએ વહેલી સવારે સાડા સાત વાગ્યે મતદાન કર્યુ હતુ અને તેની સાથે રોડ શો પણ કર્યો હતો. તેમના ચહેરા પર પ્રચંડ આત્મવિશ્વાસ છલકાતો હતો.

Gujarat Top Stories Ahmedabad
Beginners guide to 20 પીએમ મોદીએ રાણીપમાં કર્યુ મતદાન અને સાથે કર્યો રોડ શો

અમદાવાદઃ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે વડાપ્રધાન મોદીએ વહેલી સવારે સાડા સાત વાગ્યે મતદાન કર્યુ હતુ અને તેની સાથે રોડ શો પણ કર્યો હતો. તેમના ચહેરા પર પ્રચંડ આત્મવિશ્વાસ છલકાતો હતો. તેની સાથે તેમણે ગુજરાતીઓને મતદાન કરવાની અને મતપેટી છલકાવી દેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એટલું મતદાન કરો કે અગાઉના બધા રેકોર્ડ તૂટી જાય.

પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતમાં મતદાન કર્યું હતું. આ માટે પીએમ મોદી ગુજરાત સોમવારે રાત્રે આવી પહોંચ્યા હતા અને રાજભવનમાં રાત્રીરોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાનની સુરક્ષા માટે સુરક્ષા ભાગરુપે ત્યાં સોમવારે SPG અને રાણીપ પોલીસ દ્વારા શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું.
<

blockquote class=”twitter-tweet”>

#WATCH | An elderly woman ties rakhi to PM Modi as he greets people after casting his vote for #LokSabhaElections2024 at a polling booth in Ahmedabad, Gujarat pic.twitter.com/pGKPQhQiQd

— ANI (@ANI) May 7, 2024

ગુજરાતમાં 50787 જેટલા મતદાન મથકો પર મતદાન થશે.ગુજરાતમાં લોકશાહી ના દિવસની ઉજવણી કરવામાં આવશે.લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય ક્ષેત્રના મતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતવિસ્તારોમાં એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે.

PM Modi Girl Autograph પીએમ મોદીએ રાણીપમાં કર્યુ મતદાન અને સાથે કર્યો રોડ શો

બાકીના ચાર તબક્કામાં 263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે.તેમજ 13600 મતદાન મથક સંવેદનશીલ છે. ચુંટણી સાથે સાથે ગરમીથી રાહત આપવા માટે ગરમી ને લઈને પણ મતદાન મથક પર કરવામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.1.20 લાખ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આજે મતદાન મથક પર તહેનાત રહેશે.તેમજ 25 સીટો પર ખરાખરીનો જંગ જામશે.ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે,25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે, અને ગોવામાં 2 બેઠકો, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 1-1 બેઠક છે.

કચ્છથી વિનોદ ચાવડા VS નિતેશ લાલણ,બનાસકાંઠાથી ડો. રેખાબેન ચૌધરી VS ગેનીબેન ઠાકોર,પાટણથી ભરતસિંહ ડાભી VS ચંદનજી ઠાકોર,મહેસાણા થી હરિભાઈ પટેલ VS રામજી ઠાકોર,સાબરકાંઠાથી શોભના બારૈયા VS તુષાર ચૌધરી,ગાંધીનગરથી અમિત શાહ VS સોનલ પટેલ,અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ VS હિંમતસિંહ પટેલ,અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા VS ભરત મકવાણા,સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા VS ઋત્વિક મકવાણા,રાજકોટથી પરષોત્તમ રૂપાલ VS પરેશ ધાનાણી,પોરબંદરથી મનસુખ માંડવિયા VS લલીત વસોયા,જામનગરથી પુનમબેન માડમ VS જે.પી. મારવિયા,જૂનાગઢથી રાજેશભાઈ ચુડાષ્મા VS હિરા જોટવા,અમરેલીથી ભરતભાઈ સૂતરિયા VS જેની ઠુંમ્મર,ભાવનગરથી નીમુબેન બાંભણિયા VS ઉમેશ મકવાણા,આણંદથી મિતેશ પટેલ VS અમિત ચાવડા,ખેડાથી દેવુસિંહ ચૌહાણ VS કાળુસિંહ ડાભી,પંચમહાલથી રાજપાલસિંહ જાદવ VS ગુલાબસિંહ ચૌહાણ,દાહોદથી જસવંતસિંહ ભાભોર VS ડો. પ્રભા તાવિયાડ,વડોદરાથી ડો. હેમાંગ જોશી VS જસપાલસિંહ પઢિયાર,છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા VS સુખરામ રાઠવા,ભરૂચથી મનસુખ વસાવા VS ચૈતર વસાવા,બારડોલીથી પ્રભુભાઈ વસાવા VS સિદ્ધાર્થ ચૌધરી,નવસારીથી સી.આર. પાટીલ VS નૈષદ દેસાઈ,વલસાડથી ધવલ પટેલ VS અનંત પટેલ ચુંટણી લડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ