Gujarat News: ભારતના ચૂંટણીપંચની સૂચના મુજબ આજે ત્રીજા તબક્કાને લઈ સમગ્ર દેશમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકોથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. 25 હાજરથી વધુ મતદાન મથકો પર 05.30થી વેબકાસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નજર રખાશે. રાજ્યના 50,788 મતદાન મથકોમાંથી 25 હજારથી વધુ મતદાન મથકોનું સીધું જ લાઈવ વેબકાસ્ટિંગ થશે. રાજ્ય કક્ષાએ મોનિટરિંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ મોનિટરિંગ રૂમ કાર્યરત છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાનો મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કેસરિયા પાર્ટી સામે ક્ષત્રિયો ‘કેસરિયા’ કરશે?
આ પણ વાંચો:આંગળી પર શાહીનું નિશાન બતાવી આજે AMTSમાં મફત મુસાફરી કરો!
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…